ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડામાં એક ચાલતી કારમાં મહિલા ઉપર સામૂહિક બળાત્કાર કરીને કાસના પાસે ફેંકી દેવાની શરમજનક ઘટના ઘટી છે. આ ઘટના એકવાર ફરીથી યુપી અને દિલ્હી તેમજ હરિયાણામાં મહિલા સુરક્ષા માટે પ્રશ્નાર્થ ઉભા કરી દીધા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બદમાશોએ ગેંગરેપની ઘટના હરિયાણાના ગુરૂગ્રામમાં આચરી હતી અને ગેંગરેપ કર્યા બાદ મહિલાને ગ્રેટર નોઈડામાં ફેંકી દીધી હતી.
