નવી દિલ્હી: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે પંજાબ માટે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. આ ચૂંટણી ઢંઢેરોમાં લલચામણી જાહેરાતો કરવામાં આવી છે. કોંગ્રેસ મંગળવારે પૂર્વ બીજેપી નેતા નવજોત સિંહ સિદ્ધૂ કોંગ્રેસમાં જોડાય તેવી આશા સેવી રહ્યું છે જેમને આ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના છે.
કોગ્રેસે પંજાબના ખેડૂતોના લોનની માફીની યોજના બનાવી છે. એટલુ જ નહીં કોગ્રેસે કહ્યુ હતું કે તમામ ઘરને નોકરી આપવામાં આવશે તેવી યોજના લોન્ચ કરવામાં આવશે. ચાર સપ્તાહમાં પંજાબને નશામુક્ત પણ કરવાની જાહેરાત કોગ્રેસે કરી હતી.
પાંચ રૂપિયા યુનિટ વિજળી આપવામાં આવશે. એટલું જ નહીં પણ છોકરીઓને પીએચડી સુધીનો અભ્યાસ મફત આપવામાં આવશે. જેની પાસે ઘર નથી તેને ઘર આપવામાં આવશે. કોગ્રેસે કહ્યું કે અભ્યાસ અને નોકરીમાં છોકરીઓને 33 ટકા અનામત આપવામાં આવશે.
પંજાબ માટે કોંગ્રેસનું જાહેરાત પત્ર પાર્ટી કાર્યાલયમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, પંજાબ કોંગ્રેસ પ્રમુખ અમરિંદર સિંહ અને રાજિંદર ભટ્ટલ સહિત રાજ્યના શીર્ષ નેતાઓ હાજર રહ્યા હતા.
