Not Set/ જન્મદિવસની પાર્ટીમાંથી પરત આવી રહેલી યુવતી સાથે બળાત્કાર, પ્રાઇવેટ પાર્ટમાં છરી હુલાવી

મધ્યપ્રદેશના રેવાથી 50૦ કિલોમીટર દૂર આવેલા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં બળાત્કાર ગુજાર્યા બાદ 16 વર્ષીય યુવતીનાં પ્રાઇવેટ પાર્ટમાં છરી વડે હુમલો કરવામાં આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે તેનો સાથીદાર ફરાર છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના 8 ઓક્ટોબરે ત્યારે બની જ્યારે પીડિતા કોઈના જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી […]

Uncategorized

મધ્યપ્રદેશના રેવાથી 50૦ કિલોમીટર દૂર આવેલા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનાં એક ગામમાં બળાત્કાર ગુજાર્યા બાદ 16 વર્ષીય યુવતીનાં પ્રાઇવેટ પાર્ટમાં છરી વડે હુમલો કરવામાં આવ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે જ્યારે તેનો સાથીદાર ફરાર છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટના 8 ઓક્ટોબરે ત્યારે બની જ્યારે પીડિતા કોઈના જન્મદિવસની પાર્ટીમાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન તેણીનું અપહરણ કરવામાં આવ્યું હતું, બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને વળી ઉપરથી છરી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેથી તેની હાલત ગંભીર બની હતી.

રેવા જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશસિંહે જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરે કિશોર બર્થડે પાર્ટીમાં ગઇ હતી અને પરત ફરતી હતી ત્યારે અંકિત રાવત (22) અને વંશપતિ રાવત (27) એ તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં અંકિતે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે વંશજ તેને મદદ કરી.

તેમણે કહ્યું કે આ કેસમાં મુખ્ય આરોપી અંકિત રાવતની આઈપીસીની કલમ 376 (બળાત્કાર) અને પોક્સો (પીઓસીએસઓ) એક્ટ સહિતની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. સિંહે કહ્યું કે આ ઘટના પછી તરત જ પીડિત પરિવાર તેને ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની એક હોસ્પિટલમાં લઈ ગયો હતો, પરંતુ વધુ સારી સારવાર ન મળવાના કારણે તેને રેવાની ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં રિફર કરાઈ છે.

તેમણે કહ્યું કે, પરિવારના જણાવ્યા મુજબ આરોપીએ પીડિતાના અંગત ભાગમાં છરી વડે હુમલો કર્યો હતો, જેને કારણે તેની હાલત ગંભીર બની હતી. સિંહે કહ્યું કે યુવતીની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તેમણે કહ્યું કે આ કેસની વિસ્તૃત તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….