શ્રીનગરઃ ઉત્તરી કાશ્મીરના બારામુલા જિલ્લામાં સોપોરમાં સુરક્ષાબળોના જવાનો સાથે ટકરાવમાં આજે એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો હતો. હાલમાં ત્યાં વધુ આતંકવાદી છુપાયા હોવાની શક્યતા જોતા વિસ્તારની તલાશી લેવામાં આવી રહી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, ક્ષેત્રમાં એક આતંકવાદી ગતિવિધની માહિતી મળી હતી. ત્યાર બાદ સુરક્ષાબળોએ રાત્રે અભિયાન ચલાવ્યું હતું. સુરક્ષાબળોએ સંદિગ્ધ ગતિવિધી પર ચેતવણી આપતા સંબંધિત લોકોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમં એક આતંકવાદી માર્યો ગયો હતો.
