Not Set/ જામનગર પંથકમાં સૌપ્રથમ વખત કોરોનાએ પૂરી કરી સદી, 103 કેસથી હચમચ્યુ હાલાર

કોરોનાનાં અધધધ કેસ એક જ દિવસમાં નોંધવામાં આવતા હાલાર હચમચી ઉઠ્યું છે. જી હા, જામનગર પંથકમાં સૌપ્રથમ વખત કોરોનાએ સદી ફટકારતા ફફડાટ ફેલાયો છે.  શહેર-જિલ્લામાં કુલ 103 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શહેરમાં આજે રેકર્ડ બ્રેક 89 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 14 કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે જીલ્લામાં 99 દર્દીઓએ કોરોના […]

Gujarat Others

કોરોનાનાં અધધધ કેસ એક જ દિવસમાં નોંધવામાં આવતા હાલાર હચમચી ઉઠ્યું છે. જી હા, જામનગર પંથકમાં સૌપ્રથમ વખત કોરોનાએ સદી ફટકારતા ફફડાટ ફેલાયો છે.  શહેર-જિલ્લામાં કુલ 103 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. શહેરમાં આજે રેકર્ડ બ્રેક 89 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 14 કોરોના પોઝિટિવ નોંધવામાં આવ્યા છે. સાથે સાથે જીલ્લામાં 99 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે. શહેરમાં એક દર્દીનું કોવિડ હોસ્પિટલમાં કોરોનાનાં કારણે મોત નીપજ્યું છે. લાંબા સમય બાદ મહાપાલિકાએ કોરોનાથી એક દર્દીના મોતનો સ્વીકાર કર્યો હોવાની વાત પણ શહેરમાં ચર્ચાનો વિષય બની રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews