Not Set/ ટીમ ઇન્ડિયાની જર્સી પરથી ગાયબ થશે ‘સ્ટાર’, જાણો કયા કારણને લીધે ‘સ્ટાર’ થશે દૂર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની જર્સી પરથી દેખાનરા સ્ટાર હવે ગાયબ થઇ જશે. કેમ કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સર સ્ટાર ઇન્ડિયાએ ફરીવાર સ્પોન્સરશિપ માટે બોલી નહિ લગાવાનું મન બનાવી લીધુ છે. જેનાથી બીસીસીઆઇ અને સ્ટાર ઇન્ડિયા વચ્ચેનો કરાર માર્ચના અંત સુધીમાં સમાપ્ત થઇ જશે. સહારા બાદ ડિસેમ્બર 2013માં ટીમ ઇન્ડિયાના મુખ્ય સ્પોન્સર બનેલા સ્ટારના કરાર […]

Uncategorized
team india 01 03 2017 1488347541 storyimage ટીમ ઇન્ડિયાની જર્સી પરથી ગાયબ થશે 'સ્ટાર', જાણો કયા કારણને લીધે 'સ્ટાર' થશે દૂર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાની જર્સી પરથી દેખાનરા સ્ટાર હવે ગાયબ થઇ જશે. કેમ કે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્પોન્સર સ્ટાર ઇન્ડિયાએ ફરીવાર સ્પોન્સરશિપ માટે બોલી નહિ લગાવાનું મન બનાવી લીધુ છે. જેનાથી બીસીસીઆઇ અને સ્ટાર ઇન્ડિયા વચ્ચેનો કરાર માર્ચના અંત સુધીમાં સમાપ્ત થઇ જશે.

સહારા બાદ ડિસેમ્બર 2013માં ટીમ ઇન્ડિયાના મુખ્ય સ્પોન્સર બનેલા સ્ટારના કરાર માર્ચ મહિનામાં સમાપ્ત થવા જઇ રહ્યો છે. એક અંગ્રેજી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં સ્ટાર ઇન્ડિયાના સીઇઓ ઉદય શંકરે કહ્યુઁ છે કે, અમને ગર્વ છે કે, અમે ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલા છે. હાલની પરિસ્થિતિને જોતા અણે બીજીવાર હરાજીમાં ભાગ લેવાનું ટાળ્યુ છે. તેમણે બીસીસીઆઇ અને આઇસીસીમાં થઇ રહેલા ટકરાવને આને મુખ્ય મુદ્દો ગણાવ્યો છે. સીઇઓ ઉદયે એ પણ કહ્યુ છે કે, આની અસર ભવિષ્યમાં રમત પર પણ પડી શકે છે.