Not Set/ ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું ઓડિશાનાં વ્હીલર ટાપુઓ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું

ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું ગઈકાલે ઓડિશાના વ્હીલર ટાપુઓ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ડી.આર.ડી.ઓ.એ જણાવ્યું કે આ મિસાઇલ ફ્લાઇટની રેન્જ, ટોરપિડોને મુક્ત કરવા અને વેલોસિટી રિડક્શન મિકેનિઝમની જમાવટ સહિતના તમામ મિશન સહિતનાં હેતુઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે. એન્ટિ-સબમરીન લડાઇની ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે પ્રક્ષેપણ અને પ્રદર્શન નોંધપાત્ર છે. સંરક્ષણમંત્રી […]

Uncategorized

ટોરપિડો સુપરસોનિક મિસાઇલ સ્માર્ટનું ગઈકાલે ઓડિશાના વ્હીલર ટાપુઓ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન, ડી.આર.ડી.ઓ.એ જણાવ્યું કે આ મિસાઇલ ફ્લાઇટની રેન્જ, ટોરપિડોને મુક્ત કરવા અને વેલોસિટી રિડક્શન મિકેનિઝમની જમાવટ સહિતના તમામ મિશન સહિતનાં હેતુઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે.

એન્ટિ-સબમરીન લડાઇની ક્ષમતાઓ સ્થાપિત કરવા માટે પ્રક્ષેપણ અને પ્રદર્શન નોંધપાત્ર છે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે ડી.આર.ડી.ઓ.ના વૈજ્ઞાનિકો અને અન્ય હિસ્સો ધારકોને મહત્વના પરાક્રમ માટે અભિનંદન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાલની પરિસ્થિતિ અને ચીનનાં ભારતીય પ્રસાંત મહાસાગરમાં ચંચુપાતને લઇને એન્ટિ-સબમરીન લડાઇની ક્ષમતામાં વધારેએ ભારતીય સૈન્ય(નવસેના) અને દેશને અનેક રીતે મજબૂત મનોથર પુરો પાડનાર છે.  

ઉલ્લેખનીય છે કે, કાવાડ અંતર્ગત હાલ ચીનની સામે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલીયાની બેઠકો અને સ્ટ્રોટેજીક પ્લાનીંગની પણ મૌસમ ચાલી રહી છે, તો સાથે સાથે જ્યારે થોડા સમય પહેલા ભારત અમેરિકાની વર્જીત-વિવાદીત દરિયાઇ પટ્ટી પર સંયક્ત નૌસેના કવાયતે ચીનને હચમચાવી દીઘું હતું ત્યારે ફરી એક વખત ભારતે ચીનને યાદ આપાવી દીધુ છે કે હવે ભારત પૂર્વે હતું તે ભારત નથી અને કોઇ પણ સંજોગો સામે બાથ ભીડવા માટે સજજ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews