Not Set/ દિલ્હીના નવા ઉપરાજ્યપાલ તરીકે અનિલ બૈજલના નામની ભલામણ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગના રાજીનામું મંજૂર કરી લીધુ છે. નજીબ જંગ બાદ પૂર્વ ગૃહ સચિવ અનિલ બૈજલને દિલ્હીના નવા એલજી બનાવવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે અનિલ બૈજલના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિની મોકલી દિધો છે. નજીબ જંગે 22 ડિસેમ્બરે અચાનક પદત્યાગ કર્યો હતો. રાજીનામા બાદ એલજી કાર્યલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ […]

Uncategorized

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ દિલ્હીના ઉપરાજ્યપાલ નજીબ જંગના રાજીનામું મંજૂર કરી લીધુ છે. નજીબ જંગ બાદ પૂર્વ ગૃહ સચિવ અનિલ બૈજલને દિલ્હીના નવા એલજી બનાવવાની સંભાવના છે. કેન્દ્ર સરકારે અનિલ બૈજલના નામનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિની મોકલી દિધો છે. નજીબ જંગે 22 ડિસેમ્બરે અચાનક પદત્યાગ કર્યો હતો.

રાજીનામા બાદ એલજી કાર્યલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ હતું કે, જંગ પોતાના પહેલા પ્રેમ એટલે કે,એકેડેમીક તરફ ફરશે. નજીબ જંગે રાજીનામા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના સીએમ કેજરીવાલ સાથે તેમને સતત તણાવ ભરેલા સંબંધો રહ્યા છે.