National/ દેશમાં છેલ્લાં 24 કલાકમાં નવા કેસની સંખ્યા 12,550 નોંધાઈ, આ સાથે જ દેશમાં કુલ કેસ હવે 1.07 કરોડ નજીક પહોંચી | દેશમાં છેલ્લાં 24 કલાકમાં 13 હજાર જેટલાં લોકો કોરોના મુક્ત થયા, આ સાથે જ કુલ રિકવરી હવે 1.03 કરોડ પર પહોંચી | દેશમાં એક્ટિવ કેસની સંખ્યા લગાતાર ઘટાડો, છેલ્લાં 24 કલાકમાં વધુ ઘટાડા સાથે એક્ટિવ કેસ હવે 1.73 લાખ | કેરળમાં કોરોના જાણે કે માથાનો દુખાવો બની ગયો, દેશના કુલ નવા કેસ પૈકી 50 ટકા એટલે કે 6,200 કેસ તો એકલા કેરળમાં જ નોંધાયા | કેરળમાં કુલ કેસની સંખ્યા હવે 9 લાખ સુધી પહોંચી, દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ 71 હજાર જેટલાં પણ હવે માત્ર કેરળમાં જ, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે જ્યાં 43 હજાર જેટલાં એક્ટિવ કેસ | ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ભારત માટે ગુડ ન્યૂઝ આપ્યાં, સંસ્થાના અનુમાન મુજબ 2021ના વર્ષમાં ભારતમાં આર્થિક વિકાસ દર 11.5 ટકા રહેશે | વિવાદમાં આવેલી તાંડવ વેબસિરિઝના નિર્માતાઓએ એફઆઈઆર રદ્દ કરાવવા કરેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી | લદ્દાખમાં મોડી રાત્રે પોણા એક વાગ્યે ભુકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6ની માપવામાં આવી | દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચમાં થયેલી હિંસા મુદ્દે પોલીસ દ્વારા કરાયેલી એફઆઈઆરની સંખ્યા હવે 7 પર પહોંચી, અલગ અલગ સ્ટેશનમાં અલગ અલગ મામલે કેસ થયા

Breaking News