શાહરૂખ ખાન કદાચ થોડા સમય માટે અભિનેતા તરીકે સક્રિય ન પણ હોય પરંતુ તે નિર્માતા તરીકે લોકોનું ચોક્કસ મનોરંજન કરી રહ્યો છે. તેની કંપની રેડ ચિલીઝ તેની નવી વેબ સિરીઝ બેતાલ સાથે નેટફ્લિક્સ પર હાજર થઈ છે. 2019 માં શાહરૂખ ખાને બાર્ડ ઓફ બ્લડનું નિર્માણ કર્યું હતુ, જેમાં ઇમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતો. આ વખતે શાહરૂખ એક હોરર વેબ સિરીઝ લઈને આવ્યો છે.
શાહરૂખ ખાનની રેડ ચિલીઝે અમેરિકન નિર્માતા જેસન બ્લમની કંપની બ્લમહાઉસ પ્રોડક્શન્સ સાથે મળીને નેટફ્લિક્સ ઓરિજનલ વેબ સિરીઝ બેતાલ બનાવી છે, જેણે 24 મે, 2020 થી નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ કરી દીધી છે. આ વેબ સિરીઝમાં વિનીત કુમાર મુખ્ય ભૂમિકામાં છે. સીરીઝમાં, તે ઝોમ્બિઓ સાથે લડતા જોવા મળશે. એક ગામની વાર્તા વેબ સિરીઝમાં બતાવવામાં આવી છે. બ્રિટિશ ભારતીય સૈન્ય અધિકારી બેતાલ અને તેની રેડકોટ ઝોમ્બિજની સેનાને ગામનાં લોકોની મદદ માટે આગળ આવે છે અને ભૂતો સાથે લડતા નજરે જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, આ લોકડાઉનમાં તમે ઘરે બેઠા કંટાળી ગયા હશો પરંતુ આ દરમિયાન મનોરંજન જગતથી શાહરૂખ ખાન દર્શકો માટે એક વિશેષ સીરીઝ લઇને આવ્યો છે જે તમારા આ સમયમાં તમને મનોરંજન પૂરુ પાડવામાં કોઇ કસર બાકી રાખશે નહી. આજે તેની વેબ સીરીઝ બેતાલ નેટફ્લિક્સ પર રિલિઝ થઇ ગઇ છે. તો જુઓ અને તેનો આનંદ માણો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
