જ્યારથી બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેના પરિવારના કોરોના વાયરસ પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે ત્યારથી તમામ કલાકારો અને તેમનો પરિવાર જલ્દીથી સ્વસ્થ થવાની પાર્થના કરી રહ્યા છે. કલા, રાજકારણ અને રમતગમતની તમામ મોટી હસ્તીઓ સહિત આખો દેશ બિગ બીની સ્વસ્થ થવા માટે પાર્થના કરી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકોએ અમિતાભ બચ્ચનની તબિયત સારી રહે તે માટે પ્રાર્થના શરૂ કરી દીધી છે. નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ પણ અભિનેતાની જલ્દી તંદુરસ્તી માટે પ્રાર્થના કરી છે.
છેલ્લા કેટલાક સમયથી ભારત સાથેના તંગદિલીઓને દૂર રાખીને નેપાળના વડા પ્રધાન પણ આ મુશ્કેલ સમયમાં બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની સ્વસ્થતા માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. નેપાળના વડા પ્રધાન કે.પી. શર્માએ ટ્વિટર પર લખ્યું- “ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ”.
Wishing legendary actor of India Amitabh Bachchan and his son actor Abhishek Bachchan good health and speedy recovery: Nepal Prime Minister KP Sharma Oli (file photos) pic.twitter.com/ir0w0XIwTd
— ANI (@ANI) July 12, 2020
