Not Set/ નોટની નકલ અશક્ય !

બ્રિટને 10 પાઉન્ટની નવી નોટો ચલણમાં રજૂ કરી છે. પોલિમરની આ નોટ કાગળની નોટો કરતાં 2.5 ગણી વધારે ટકાઉ હોવાનું કહેવાય છે. નકલ ના થઈ શકે તે માટે અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરાયો છે, હવે નકલની દ્રષ્ટિએ વિશ્વના સૌથી સુરક્ષિત નોટ.   વિશેષતા વિશે જાણકારી મેળવીશું. -નોટની ડાબી બાજુ ઉપર પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપસેલા ડોટ્સ. -ડાબીબાજુ જ બે […]

World

બ્રિટને 10 પાઉન્ટની નવી નોટો ચલણમાં રજૂ કરી છે. પોલિમરની આ નોટ કાગળની નોટો કરતાં 2.5 ગણી વધારે ટકાઉ હોવાનું કહેવાય છે. નકલ ના થઈ શકે તે માટે અત્યાધુનિક ટેકનિકનો ઉપયોગ કરાયો છે, હવે નકલની દ્રષ્ટિએ વિશ્વના સૌથી સુરક્ષિત નોટ.

 

વિશેષતા વિશે જાણકારી મેળવીશું.

-નોટની ડાબી બાજુ ઉપર પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપસેલા ડોટ્સ.

-ડાબીબાજુ જ બે હોલોગ્રામ છે.

-જેમાં બ્રિટિશ તાજ દર્શાવવામાં આવ્યું છે.

-બીજામાં Ten શબ્દ દેખાય છે. તેને ત્રાંસી કરાતા Pounds દેખાય છે.

-ડાબી બાજુ નીચેથી સહેજ ઉપર પારદર્શક વિન્ડો દેખાય છે,તેમાં વિનચેસ્ટર કેથડ્રલની મેટલિક ઈમેજ છે.

-સામેથી ગોલ્ડ ફોઈલ અને પાછળથી સિલ્વરમાં દેખાય છે.

-મહત્વનું નાના અક્ષર અને આંક છે. જે મહારાણી એલિઝાબેથ બીજાના ફોટાની બરાબર નીચે માત્ર મોઈક્રોસ્કોપથી જ દેખાય છે.