Not Set/ નોટ ઉડાવાના વિવાદમાં ફસાયેલા સાધ્વી પાસેથી 2.4 કિલો સોના સાથે 1.25 કરોડની નવી નોટ મળી આવી,પોલીસે કરી ધરપકડ

બનાસકાંઠાઃ  સમગ્ર ગુજરાતમાં નોટબંધી બાદ સૌપ્રથમ વાર બનાસકાંઠાના વડગામમાં આવેલા મોકેશ્વરમાં લોકડાયરામાં રૂપિયા 2000 ની નોટો ઉડાવી વિવાદમાં આવનારા સાધ્વી પાસેથી આજે 1.25 કરોડની નવી નોટો સહિત 2.4 કિલો સોનુ મળી આપતા સમગ્ર જિલ્લામાં ખળભરાટ મચી ગયો હતો. બનાસકાંઠાના મુક્તેશ્વર મઠનાં મહામંડલેશ્વર સાધ્વીજી જયશ્રીગીરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં આજે  તેમની ધરપકડ કરવામાં આવી છે. સાધ્વી […]

Uncategorized

બનાસકાંઠાઃ  સમગ્ર ગુજરાતમાં નોટબંધી બાદ સૌપ્રથમ વાર બનાસકાંઠાના વડગામમાં આવેલા મોકેશ્વરમાં લોકડાયરામાં રૂપિયા 2000 ની નોટો ઉડાવી વિવાદમાં આવનારા સાધ્વી પાસેથી આજે 1.25 કરોડની નવી નોટો સહિત 2.4 કિલો સોનુ મળી આપતા સમગ્ર જિલ્લામાં ખળભરાટ મચી ગયો હતો.

બનાસકાંઠાના મુક્તેશ્વર મઠનાં મહામંડલેશ્વર સાધ્વીજી જયશ્રીગીરી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતાં આજે  તેમની ધરપકડ કરવામાં આવી છે. સાધ્વી જયશ્રી ગીરીને ત્યાં તાપસમાં ગયેલી પોલીસની રેડ દરમિયાન 1.25 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સોનાના 24 બિસ્કિટ સાથે કુલ મળીને 2.4 કિલો સોનું પકડાયું છે. પોલીસ મુક્તેશ્વર મઠમાં તપાસ કરી રહી હતી. પાલનપુરના ગૌરી પાર્ક મકાનમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. થોડા દિવસ પહેલા જ મુક્તેશ્વર મઠના સાધ્વી ડાયરામાં 2000ની નોટો ઉડાવતા કેમેરામાં કેદ થયા હતા. ડાયરામાં રૂપિયા ઉડાવવાને લઈને તેઓ ચર્ચામાં પણ આવ્યા હતા. ફરી વાર તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તેઓ ચર્ચામાં આવ્યા છે. એક વેપારીએ સાધ્વીજી સામે 5 કરોડનુ સોનુ ખરીદીને રૂપિયા નહીં આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસ સાધ્વીજી પર વોચ રાખી રહી હતી. અને સાધ્વીજી આવતા જ તેમની અટકાયત કરવામાં આવી છે તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે

જો કે સાઘ્વીએ પોતાના પર ના તમામ આરોપો ખોટા હોવાનું જણાવી પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ રાખ્યું છે. સાધ્વીનું કહેવું છે પોલીસ આ મુદ્દે મને ખોટી રીતે ફસાવી રહી છે. તેમજ આ મુદ્દે આવનારા સમયમાં સત્ય બાબતની જીત થશે જો કે,  હાલમાં સમગ્ર પોલીસ પણ આ મુદ્દે વધુ ગહન તપાસ હાથ ધરી છે.

જો કે હાલમાં સાધ્વી નિર્દોષ હોવાની વાત કરી રહી છે ત્યારે આ મુદ્દે ફરિયાદીનું માનવું છે કે સાધ્વી દ્વારા સ્થાનિક કક્ષાએ મને 5 કરોડનું સોનુ લઇને છેતરપિંડી કરાઈ છે તેમજ હાલમાં નાટક કરી પોતે નિર્દોષ હોવાનો ઢોંગ કરે છે. તો આ મુદ્દે છેલ્લા 20 દિવસથી ગુમ થયેલા અન્ય એક યુવક માટે પણ સાધ્વીને દોષિત માનવામાં આવી રહી છે.