કહેવાય છે કે જે બીજા માટે ખાડો ખોદે તે જ અંદર પડે છે. આ કહેવતને પાકિસ્તાને સાચી સાબિત કરી છે. આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લા મુખ્યાલયમાં હોસ્પિટલનાં ટ્રોમાં સેન્ટરમાં રવિવારે એક મહિલાએ પોતાને બોમ્બથી ઉડાવી દીધી છે. જેમા 3 લોકોની મોત થઇ ગઇ છે જ્યારે 8 લોકો આ આત્મઘાતી હુમલામાં ઘાયલ થઇ ગયા છે. ઘટનાનાં પ્રત્યક્ષદર્શિઓનું કહેવુ છે કે, આત્મઘાતી હુમલાખોરે દર્દીઓ અને હોસ્પિટલનાં કર્મચારીઓને નિશાનો બનાવતા ખુદને બોમ્બથી ઉડાવી દીધુ.

આ આત્મઘાતી હુમલામાં 3 પોલીસકર્મીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ધમાકો એટલો પ્રચંડ અને ઝડપી હતો કે આસપાસ ઉભા રહેલા લોકોને બચવાની તક મળી નહી. આ ધમાકામાં અત્યાર સુધીમાં 8 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવી રહ્યુ છે, આ આંકડા વધી પણ શકે છે. ધમાકા બાદ લોકો આમતેમ ભાગવા લાગ્યા હતા, દાખલ દર્દીઓ ધમાકાથી ભયભીત થઇ ગયા હતા. ઘાયલોને તુરંત જ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરવામાં આવ્યા છે. હોલ્પિટલનાં એક અધિકારીએ જણાવ્યુ કે, અહી મૃતકોની સંખ્યામાં વધારો પણ થઇ શકે છે.
Pakistan media: Three killed & eight injured in a suicide blast inside Trauma Centre of District Headquarter Hospital in Dera Ismail Khan. #Pakistan
— ANI (@ANI) July 21, 2019
આ પહેલા 4 જુલાઈનાં રોજ થયેલા નિયંત્રણ સીમાની પાસે થયેલા વિસ્ફોટકમાં પાકિસ્તાની સેનાનાં પાંચ જવાન માર્યા ગયા હતા. જેમા અન્ય એક ઘાયલ થઇ ગયો હતો. જો કે અહી બનેલી ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ડીઆઈજી ઇફ્તેખાર શાહે જણાવ્યુ કે આ એક આત્મઘાતી હુમલો હતો. હુમલાને અંજામ એક મહિલા દ્વારા આપવામાં આવ્યુ છે. પોલીસે સમગ્ર એરિયાને પોતાના કબ્ઝામાં લઇ લીધો છે. વધુ તપાસ માટે પોલીસની ટીમ પહોચી ચુકી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના પાકિસ્તાનમાં પહલીવાર બની નથી. આ પહેલા પણ પાકિસ્તાનમાં ઘણીવાર આત્મઘાતી હુમલા થઇ ચુક્યા છે. સમગ્ર દુનિયામાં પાકિસ્તાનને એક આંતકવાદી દેશ તરીકે જોવામા આવે છે, ત્યારે પાકિસ્તાન હંમેશા આ વાતનું ખંડન કરતુ આવ્યુ છે. જો કે હજુ સુધી આ હુમલાની કોઇ આંતકી સંગઠને જવાબદારી લીધી નથી પરંતુ એ વાત સ્પષ્ટ છે કે હાથનાં કર્યા હૈયે વાગે. જે આંતકને તેણે જન્મ આપ્યો છે તે તેમના જ દેશ માટે હવે મોટી મુસિબત સમાન બની ગયુ હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. જોવાનું રહેશે કે આ પ્રકારની ઘટના બાદ પાકિસ્તાન તેના દેશમાં ચાલી રહેલી આંતકી ફેક્ટ્રીઓ પર એક્શન લે છે કે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
