પાકિસ્તાનનાં ઇસ્લામાબાદમાં ભારતીય હાઇ કમિશનનાં બે કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. તેમની મુક્તિ બાદ તે ભારતીય મિશન પર પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે એક સમાચાર આવી રહ્યા છે કે તેમને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા અને પછી ઇસ્લામાબાદ પોલીસે તેમની પૂછપરછ કરી હતી. અંગ્રેજી વેબસાઇટ હિન્દુસ્તાન ટાઇમ્સનાં સમાચારો અનુસાર, છૂટા થયેલા બંને અધિકારીઓનાં શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યા છે, જેના પછી એવી આશંકા છે કે આઇએસઆઈએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે.
મળતી માહિતી મુજબ બંને કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરાશે જેથી તેઓને શું થયું તે જાણી શકાય. આપને જણાવી દઈએ કે અધિકારીઓનાં ગાયબ થયાનાં 7 કલાક બાદ ઇસ્લામાબાદ પોલીસે જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનનાં કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ઇસ્લામાબાદ પોલીસ સૂત્રોનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે અધિકારીની કાર એક રાહદારને ટકરાઈ હતી અને ત્યારબાદ તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
આ પછી જ્યારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનનાં રાજદ્વારીને બોલાવીને ભારત તરફથી ઠપકો આપવામાં આવ્યો હતો. ભારતે ડિમાર્ચ જારી કરીને કહ્યું કે, બંને અધિકારીઓને તાત્કાલિક સરકારની ગાડી સાથે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન મોકલવા જોઈએ. ભારત વતી કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાની અધિકારીઓની સુરક્ષા અને ભારતીય અધિકારીઓની સંપૂર્ણ જવાબદારી છે. આવી સ્થિતિમાં અધિકારીઓની પૂછપરછ કરી પરેશાન ન કરવા જોઈએ. આપને જણાવી દઈએ કે, રાજદ્વારી કાયદા મુજબ કોઈ પણ દેશ બીજા દેશનાં રાજદ્વારીની ધરપકડ કરી શકતો નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
