વડાપ્રધાન મોદીના કોઈના કોઈ પણ વાક્યને કોંગ્રેસ નિશાનો ન બનાવે તેવું આજ સુધી બન્યું નથી. નવા વર્ષ નિમિત્તે પીએમ મોદીનું એએનઆઈ એ ઈન્ટરવ્યું લીધું હતું. કોંગ્રેસને આ ઈન્ટરવ્યું પરથી પીએમ મોદી પર નિશાનો બનાવવાનું કારણ મળી ગયું છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મોદીએ જનતા સાથે કરેલા કોઈ વાયદા પુરા નથી કર્યા માત્ર પ્રેમ ભરેલી વાતો જ કરી છે.
આ ઈન્ટરવ્યુંમાં વડાપ્રધાન મોદીએ ગઠબંધનના પ્રયત્નો, ઊર્જિત પટેલનું રાજીનામું, નોટબાંધી, અયોધ્યા મામલો, સર્જીકલ સ્ટ્રાઈક. રાફેલ મુદ્દો, ખેડૂતોની લોન માફી અને ત્રિપલ તલાક સહિત અનેક મુદ્દા પર પોતાની વાત રાખી હતી.
પીએમ મોદીએ ભ્રષ્ટાચાર સહિત કોંગ્રેસ નેતૃત્વ પર પણ નિશાનો સાધ્યો હતો અને આરો લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતા અયોધ્યા મામલે જોડાયેલી કાનૂની પ્રક્રિયામાં રસ્તામાં અડચણ બની રહ્યા છે.
न ज़मीनी हक़ीक़त की दरकार
न किए हुए वादों से सरोकार
जुमलों भरा मोदीजी का साक्षात्कारभुगत रहा है देश-
1 नोटबंदी
2 गब्बर सिंह टैक्स
3 बैंक फ़्रॉड
4 काला धन वालों की मौज
5 15 लाख हर खाते में
6 राफ़ेल का भ्रष्टाचार
7 महँगाई
8 राष्ट्रीय सुरक्षा से खिलवाड़
9 किसान पर मार
10 अच्छे दिन— Randeep Singh Surjewala (@rssurjewala) January 1, 2019
કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ પીએમ મોદીના ઇન્ટરવ્યુ વિશે ટ્વીટ કર્યું હતું કે મોદીજીએ કરેલા કોઈ વાયદા પુરા નથી કર્યા, માત્ર પ્રેમ ભરી વાતો જ કરી છે.
તેમણે દાવો કર્યો હતો કે પીએમ મોદીના લીધે દેશ નોટબંધી, ગબ્બર સિંહ ટેક્સ, બેંક ફ્રોડ, કાળા ધનવાળાની મોજ, દરેકના ખાતામાં ૧૫ લાખ, રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર, મોંધવારી, રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા, કિસાનો પર માર અને સારા દિવસનું પરિણામ ભોગવી રહ્યું છે.
मोदी जी के साक्षात्कार का ‘सार’-:
‘मैं’, ‘मेरा’, ‘मुझे’, ‘मैंने’।
मोदी जी,
आपकी ‘मैं’ को ही ‘भुगत रहा है देश’।
— Randeep Singh Surjewala (@rssurjewala) January 1, 2019
વધુમાં તેમણે કહ્યું હતું કે તેમના ઈન્ટરવ્યુંમાં માત્ર હું, મારું અને મેં જ હતું. તમારા આ હું પણાને જ આજે દેશ ભોગવી રહ્યો છે.
