જાણીતી ડાયરેક્ટર પૂજા ભટ્ટ સડક-૨ ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. આ ફિલ્મ ૧૯૯૧માં આવેલી સુપરહિટ ફિલ્મ સડકની સિક્વલ હશે, જે ડિપ્રેશનના વિષય પર આધારીત હશે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલી પુજા ભટ્ટે જણાવ્યુ હતું કે, અમે સડક-૨ ફિલ્મ બનાવવા અંગે વિચારી રહ્યા છીએ.
જેમાં અમે સંજય દત્તને તેના વાસ્તવિક અને વર્તમાન સમયમાં દર્શાવીશું. અમારી આ ફિલ્મ માનસિક તણાવ પર આધારીત હશે. મહેશ ભટ્ટે ૧૯૯૧માં રીલીઝ થયેલી સડક ફિલ્મનું ડાયરેક્શન કર્યુ હતું. જેમાં સંજય દત્તે એક એવા યુવકની ભૂમિકા ભજવી હતી જેને એક વેશ્યા સાથે પ્રેમ થઈ જાય છે અને તેની સાથે રહેવા માટે તે તમામ અવરોધો સામે લડે છે. આ વેશ્યાનુ પાત્ર ખૂદ પુજા ભટ્ટે ભજવ્યુ હતું. બોલીવુડની વર્તમાન સ્થતિ અંગે પુજા ભટ્ટે જણાવ્યુ હતું કે દર્શકો હંમેશા સ્માર્ટ રહ્યા છે. આપણે સમજીએ તે રીતે દર્શકો ક્યારેય પણ ફિલ્મનુ મુલ્યાંકન કરતા નથી. તેઓ પોતાની રીતે પોતાની સમજણના આધારે ફિલ્મનું મુલ્યાંકન કરે છે અને તેના આધારે જ ફિલ્મ જુએ છે અને પસંદ કરે છે. મહત્વનુ છે કે, પુજા ભટ્ટે છેલ્લે કેબરે ફિલ્મ બનાવી હતી. જેમાં રીચા ચડ્ડા અને ગુલશન દેવોયા મુખ્ય ભૂમિકામાં છે, જો કે આ ફિલ્મ હજી સુધી રીલીઝ થઈ શકી નથી.
