Entertainment News/ રોશન ખાનદાનની ચોથી પેઢીની બોલિવૂડમાં એન્ટ્રી; ઋતિક રોશનના પુત્રએ સંગીત ક્ષેત્રે કર્યું ડેબ્યૂ

ઋતિક રોશન (Hrithik Roshan)ના પુત્ર હ્રેહાને ‘રે’ (Ray) સ્ટેજ નેમ સાથે પોતાનું ફર્સ્ટ સિંગલ ‘This Heavenly Place’ લોન્ચ કરીને સંગીત ક્ષેત્રે ડેબ્યૂ કર્યું છે. જાણો રોશન પરિવારની ચોથી પેઢીના સંગીત વારસા વિશે.

Entertainment
Hrithik Roshan's son enters music industry

Entertainment News : બોલિવૂડના સુપરસ્ટાર ઋતિક રોશન (Hrithik Roshan) ના પુત્ર હ્રેહાન રોશને (Hrehaan Roshan) સત્તાવાર રીતે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરી લીધો છે. ‘રે’ (Ray) નામના આર્ટિસ્ટ નેમથી ઓળખાતા હ્રેહાને એક ઈન્ડિપિન્ડન્ટ મ્યુઝિક કલાકાર તરીકે પોતાનું પ્રથમ સિંગલ “ધીસ હેવનલી પ્લેસ” (This Heavenly Place) લોન્ચ કર્યું છે. આ ગીતમાં તેણે માત્ર અવાજ જ નથી આપ્યો પરંતુ ગિટાર વગાડી અને પોતે જ બોલ લખીને પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી છે. સુદાન દ્વારા પ્રોડ્યુસ કરાયેલા અને અંકુર તિવારી દ્વારા A&R હેન્ડલ કરાયેલા આ ગીતના બ્લેક-એન્ડ-વ્હાઇટ સેટઅપે શ્રોતાઓનું દિલ જીતી લીધું છે.

Hrithik Roshan : ઋતિક, સુઝાન અને સબા આઝાદે વ્યક્ત કર્યો ગર્વ

હ્રેહાનના પ્રથમ સોંગ પર રોશન પરિવારે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે. પિતા ઋતિક રોશને વીડિયો શેર કરતા પુત્રની કુદરતી સંગીત ક્ષમતાના વખાણ કર્યા હતા, તો માતા સુઝાન ખાને આ ક્ષણને અત્યંત ભાવુક ગણાવી હતી. ઋતિકની પાર્ટનર સબા આઝાદ સહિત દાદા રાકેશ રોશન અને કઝિન પશ્મીના રોશને પણ તેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

રોશન પરિવારનો 4 પેઢી જૂનો સંગીત વારસો અને ઋતિકનું વર્કફ્રન્ટ

હ્રેહાનનો સંગીતમાં પ્રવેશ રોશન પરિવારની ચોથી પેઢીના મ્યુઝિકલ વારસાને આગળ ધપાવે છે. તેના પરદાદા રોશનજી હિન્દી સિનેમાના દિગ્ગજ મ્યુઝિક કંપોઝર હતા, ત્યારબાદ રાજેશ રોશને બોલિવૂડને અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. બીજી તરફ ઋતિક રોશનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેઓ ઓગસ્ટ 2025માં રિલીઝ થયેલી ફિલ્મ ‘વોર 2’ (War 2) માં એક્શન અવતારમાં જોવા મળ્યા હતા અને તાજેતરમાં તેમણે ફિલ્મ ‘આલ્ફા’ (Alpha) માં સ્પેશિયલ કેમિયો પણ કર્યો હતો.


આ પણ વાંચો :કૃતિ સેનન બાદ હવે સેલીના જેટલી બોલ્ડ આઉટફિટને કારણે નેટીઝન્સના નિશાના પર

આ પણ વાંચો :‘Toxic’ ફિલ્મને લઇ સેન્સર બોર્ડ સામે કે. અન્નામલાઈએ ઉઠાવ્યા ગંભીર સવાલો

આ પણ વાંચો :પ્રેમ કીટાણુના ‘કહો તો’માં પ્રેમની સુંદર ધૂન, અરમાન મલિકના અવાજે જીત્યું દિલ