Entertainment News/ પ્રેમ કીટાણુના ‘કહો તો’માં પ્રેમની સુંદર ધૂન, અરમાન મલિકના અવાજે જીત્યું દિલ

‘કહો તો’ સાથે પ્રેમ કીટાણુ (Prem Keetanu)માં જોવા મળ્યો પ્રેમનો વધુ એક રંગ

Entertainment
‘પ્રેમ કીટાણુ’ (Prem Keetanu)પોતાની યુવા કહાની, મિત્રતા અને પ્રેમના રસપ્રદ મિશ્રણને કારણે પહેલેથી જ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે

Entertainment News : અરમાન મલિકના અવાજમાં ગાયેલું ‘કહો તો’ (Kaho To Song)હવે ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ અને તમામ મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર રિલીઝ થઈ ગયું છે. પ્રેમના અહેસાસથી ભરપૂર આ ગીત આધુનિક વાદ્યો અને સૂફીયાના કવ્વાલીનું સુંદર મિશ્રણ છે. ‘પ્રેમ કીટાણુ’ (Prem Keetanu)પોતાની યુવા કહાની, મિત્રતા અને પ્રેમના રસપ્રદ મિશ્રણને કારણે પહેલેથી જ દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે.ગીત પ્રેમમાં પડવાની, કોઈને ચાહવાની અને એ સંબંધમાં આગળ વધવાની લાગણીઓને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે.

આ જ સિલસિલાને આગળ વધારતા ગૌરવ વર્માની અવનિકા ફિલ્મ્સે ફિલ્મનું બીજું ગીત ‘કહો તો’ (Kaho To Song)રજૂ કર્યું છે. અરમાન મલિક (Armaan Malik)ના મધુર અવાજથી સજેલું આ ગીત તેના સંગીત અને લાગણીઓના સુંદર સમન્વયને કારણે ખાસ બની જાય છે.

વીર પહાડિયા અને આફિયા સૈયદ પર ફિલ્માવવામાં આવેલું ‘કહો તો’ પ્રેમની એવી લાગણીઓને વ્યક્ત કરે છે, જેને દરેક વ્યક્તિ અનુભવે છે, પરંતુ શબ્દોમાં વ્યક્ત કરવી હંમેશા સરળ હોતી નથી. કોઈની નજીક આવવાની ઈચ્છા, પ્રેમમાં પડવાની ખુશી, રાહ જોવી અને તેને મેળવવાની આશા—ગીત આ તમામ લાગણીઓને પોતાની આગવી શૈલીમાં રજૂ કરે છે.

ગીતના શબ્દો સચિન ઉર્મતોશે લખ્યા છે, જ્યારે સંગીત અંકુર આર. પાઠકે આપ્યું છે. ગીતમાં સામેલ કવ્વાલીના ભાગને અલ્તમશ ફરીદીએ પોતાનો અવાજ આપ્યો છે.

અરમાન મલિક કહે છે, “‘કહો તો’ (Kaho To Song)સંપૂર્ણપણે એક બોલિવૂડ પ્રેમ ગીત છે. આવા ગીતો ગાવા મને હંમેશા ખુશી આપે છે, કારણ કે તે મને એ સમયની યાદ અપાવે છે, જ્યારે મોટા અને સુંદર પ્રેમ ગીતો બોલિવૂડ ફિલ્મોનો મહત્વપૂર્ણ હિસ્સો હતા. મને ખુશી છે કે આ ગીત સાથે મને ફરી એકવાર મારા જૂના રોમેન્ટિક અંદાજમાં પાછા ફરવાની તક મળી.”

તેઓ આગળ કહે છે, “અંકુર સાથે આ મારું પહેલું કામ છે અને મને તેમનું તૈયાર કરેલું સંગીત ખૂબ જ પસંદ આવ્યું. જૂના બોલિવૂડ પ્રેમ ગીતોની સુંદરતા સાથે કવ્વાલીનું મિશ્રણ ‘કહો તો’ને એક અલગ ઓળખ આપે છે. લોકો આ ગીત સાંભળશે તેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું.”

ફિલ્મનું પહેલું ગીત ‘અંડી બંડી’ યુવા જોશ, ચુલબુલા અંદાજ અને બોલિવૂડની મસ્તીથી ભરપૂર હતું. ત્યારબાદ ‘કહો તો’ પ્રેમના થોડા શાંત અને ઊંડા પાસાને સામે લાવે છે. બંને ગીતો મળીને ફિલ્મની અલગ-અલગ લાગણીઓ અને તેના સંગીતની ઝલક આપે છે. ‘કહો તો’ (Kaho To Song)હવે ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ અને તમામ મ્યુઝિક પ્લેટફોર્મ્સ પર સાંભળી શકાય છે.

ફિલ્મમાં કુલ સાત ગીતો છે, જેમાં અનેક લોકપ્રિય ગાયકોએ પોતાનો અવાજ આપ્યો છે. આ યાદીમાં સચેત ટંડન, પરંપરા ટંડન, બી. પ્રાક, અરમાન મલિક, પાપોન, જુબિન નૌટિયાલ, મધુર શર્મા, અલ્તમશ ફરીદી, શશિ સુમન અને બ્રિજેશ શાંડિલ્યનો સમાવેશ થાય છે. જ્યારે રેપર લિટલ ભાટિયા અને મેઝમ્યુઝિક પણ ફિલ્મના સંગીતનો હિસ્સો છે.

‘પ્રેમ કીટાણુ’ (Prem Keetanu)ફિલ્મનું નિર્માણ ગૌરવ વર્માએ અવનિકા ફિલ્મ્સના બેનર હેઠળ કર્યું છે

‘પ્રેમ કીટાણુ’નું દિગ્દર્શન અપૂર્વ સિંહ કાર્કી (Apoorv Singh Karki)એ કર્યું છે. ફિલ્મનું નિર્માણ ગૌરવ વર્માએ અવનિકા ફિલ્મ્સના બેનર હેઠળ કર્યું છે. આ ફિલ્મ ફાર્સ ફિલ્મ્સ સાથે મળીને ભાવના સ્ટુડિયોઝના સહયોગથી રજૂ કરવામાં આવી છે.

ફિલ્મમાં વીર પહાડિયા, આફિયા સૈયદ, અપારશક્તિ ખુરાના, રાકેશ બેદી અને નીખિલ વિજય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વાર્તા યુવાનોના એક સમૂહની છે, જે મિત્રતા, પહેલો પ્રેમ, એકતરફી પ્રેમ અને દિલ તૂટવા જેવા અનુભવોમાંથી પસાર થતાં જીવનને સમજવાનો પ્રયાસ કરે છે.

‘સિર્ફ એક બંદા કાફી હૈ’ અને ‘એસ્પિરન્ટ્સ’ જેવી ચર્ચિત કૃતિઓ બાદ અપૂર્વ સિંહ કાર્કી આ ફિલ્મ સાથે એક હળવી-ફૂલકી અને યુવા કહાની લઈને આવી રહ્યા છે. જ્યારે વીર પહાડિયા માટે ‘અંડી બંડી’ તેમના એક અલગ અંદાજને રજૂ કરે છે, જેમાં તેમનો ડાન્સ અને હાસ્યથી ભરપૂર અંદાજ જોવા મળશે.

‘પ્રેમ કીટાણુ’ (Prem Keetanu)2 ઓક્ટોબર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.


આ પણ વાંચો : Kangana Ranaut Rakhi: કંગના રનૌતે ભાઈને બાંધી રાખડી, તસવીરોમાં જોવા મળ્યો ખાસ રક્ષાબંધન સેલિબ્રેશન

આ પણ વાંચો : સ્વરકોકિલા આશા ભોસલેનું અંતિમ પ્લેબેક સોંગ તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ; ‘ઓમ કા હરી’ ફિલ્મનું આ ગીત ચાહકોની આંખો કરશે ભીની

આ પણ વાંચો : Preity Zinta: પેરિસમાં બીમાર પડેલી પ્રીતિ જિન્ટાને મળ્યું ફેવરિટ કઢી-ચાવલ, ખુશ થઈ બોલી- ‘દિવસ બનાવી દીધો’