Entertainment News/ સ્વરકોકિલા આશા ભોસલેનું અંતિમ પ્લેબેક સોંગ તેમની જન્મજયંતિ પર થશે રિલીઝ; ‘ઓમ કા હરી’ ફિલ્મનું આ ગીત ચાહકોની આંખો કરશે ભીની

Entertainment News : ભારતીય સંગીત જગતના સદાબહાર અને મહાન પાર્શ્વગાયિકા સ્વ. આશા ભોસલે (Asha Bhosle) ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અમર અવાજ આજે પણ કરોડો સંગીતપ્રેમીઓના હૃદયમાં ધડકે છે. 12 એપ્રિલ 2026ના રોજ વિદાય લેનારા આશાજીનું છેલ્લું ગાયેલું પ્લેબેક સોંગ તેમના નિધનના લગભગ પાંચ મહિના બાદ એટલે કે 8 સપ્ટેમ્બરે તેમની જન્મજયંતિના પવિત્ર […]

Entertainment
Asha Bhosle's final playback song

Entertainment News : ભારતીય સંગીત જગતના સદાબહાર અને મહાન પાર્શ્વગાયિકા સ્વ. આશા ભોસલે (Asha Bhosle) ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો અમર અવાજ આજે પણ કરોડો સંગીતપ્રેમીઓના હૃદયમાં ધડકે છે. 12 એપ્રિલ 2026ના રોજ વિદાય લેનારા આશાજીનું છેલ્લું ગાયેલું પ્લેબેક સોંગ તેમના નિધનના લગભગ પાંચ મહિના બાદ એટલે કે 8 સપ્ટેમ્બરે તેમની જન્મજયંતિના પવિત્ર અવસરે રિલીઝ કરવામાં આવશે.

Asha Bhosle : 90 વર્ષની ઉંમરે રેકોર્ડ કર્યું હતું યાદગાર ગીત

દિગ્દર્શક હરીશ વ્યાસ (Harish Vyas)ના નિર્દેશનમાં બનેલી પિતા-પુત્રના સંબંધો પર આધારિત ડ્રામા-કોમેડી ફિલ્મ ‘ઓમ કા હરી'(Om Ka Hari) માટે આશા ભોસલેએ ‘એ મેરી જિંદગી, તૂ છુપી હૈ કહાં’ શીર્ષક ધરાવતું ગીત રેકોર્ડ કર્યું હતું. વર્ષ ૨૦૨૩માં જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ થયું ત્યારે આશાજીની ઉંમર 90 વર્ષ વટાવી ચૂકી હતી, તેમ છતાં તેમણે પોતાના અદ્ભુત અવાજ અને ભાવનાઓથી આ ગીતમાં પ્રાણ પૂરી દીધા હતા.

અભિનેતા અંશુમન ઝા અને ડિરેક્ટરે વ્યક્ત કરી ભાવુક પ્રતિક્રિયા

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા અંશુમન ઝાએ આશાજી સાથેની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, આ ફિલ્મ પિતા પ્રત્યેના પ્રેમ અને લાગણીઓ પર આધારિત છે. ફિલ્મની સૌથી ભાવુક ક્ષણે આશાજીનો અવાજ હોવો એ તેમના કરિયરની સૌથી મોટી સિદ્ધિ છે. સ્ટુડિયોમાં આશાજી સાથે વિતાવેલી પળોને તેમણે પોતાના જીવનની અનમોલ ભેટ ગણાવી હતી. બીજી તરફ, ફિલ્મના નિર્દેશક હરીશ વ્યાસે જણાવ્યું કે આશાજીના જન્મદિવસે આ ગીત લોન્ચ કરવું એ તેમની મહાન મ્યુઝિકલ વિરાસત અને ફેન્સ પ્રત્યેનું સાચું સન્માન છે.


આ પણ વાંચો : Traitors 2: ક્રિસ્ટલ ડિસૂઝાનો માસ્ટરમાઇન્ડ ગેમ, માસૂમ ચહેરા પાછળ છુપાયું શાતિર દિમાગ

આ પણ વાંચો :ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ કૈલાસ યાત્રાએ, નેપાળ પૂર વચ્ચે ચાહકોને આપી મોટી માહિતી

આ પણ વાંચો :આવારાપન 2 બોક્સ ઓફિસ કલેક્શન: વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર