Entertainment News : બોલિવૂડની લોકપ્રિય સિંગર નેહા કક્કરે (Neha Kakkar)રક્ષાબંધનના પવિત્ર પર્વ પહેલાં સોશિયલ મીડિયા પર ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. ગયા વર્ષે કક્કર ભાઈ-બહેનો વચ્ચે ચાલી રહેલા મતભેદ અને વિવાદના સમાચાર ચર્ચામાં રહ્યા હતા, પરંતુ હવે નેહાએ પોતાની મોટી બહેન સોનુ કક્કર (Sonu Kakkar)અને ભાઈ ટોની કક્કર સાથેની અતિ સુંદર તસવીરો શેર કરીને જૂની તમામ કડવાશ દૂર થઈ હોવાની સ્પષ્ટતા કરી દીધી છે. વાયરલ તસવીરોમાં બંને બહેનો મેચિંગ રાખડીઓ પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે ટોની કક્કર પણ તેમની સાથે ખુશખુશાલ મૂડમાં નજરે પડી રહ્યો છે.
Neha Kakkar : નેહાએ બહેન સોનુ માટે વ્યક્ત કરી ખાસ ભાવનાઓ
ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ ક્ષણોના ફોટોગ્રાફ્સ શેર કરતા નેહા કક્કરે પોતાની બહેન સોનુ પ્રત્યેનો અથાહ પ્રેમ વ્યક્ત કર્યો હતો. કેપ્શનમાં નેહાએ લખ્યું કે, “રક્ષાબંધન (Raksha Bandhan)નજીક આવી રહ્યું છે તે હું જાણું છું, પરંતુ આ ખાસ પોસ્ટ ખાસ કરીને મારી વહાલી બહેન સોનુ માટે છે… લવ યુ દીદી.” નેહાની આ પ્રેમભરી પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા સોનુ કક્કરે પણ કોમેન્ટ કરી હતી કે, “અરે… લવ યુ માય બેબી.” બંને બહેનો વચ્ચેનું આ ક્યૂટ બોન્ડિંગ જોઈને તેમના ચાહકો પણ ખૂબ ભાવુક થઈ ગયા છે.
જૂના વિવાદો ભૂલી કક્કર પરિવાર એક થયો
ગત વર્ષે કક્કર સિબ્લિંગ્સ વચ્ચેના અંતર અને બોન્ડિંગમાં ખટાશ આવ્યાના અહેવાલોથી ચાહકો ખૂબ નિરાશ થયા હતા. પરંતુ રક્ષાબંધન પહેલાં જ ત્રણેય ભાઈ-બહેનોને ફરી એકસાથે હસતા અને ઉજવણી કરતા જોઈને સોશિયલ મીડિયા પર ખુશીનો માહોલ છે. જોકે, કેટલાક નેટિઝન્સે જૂના મતભેદોને યાદ કરીને કોમેન્ટ સેક્શનમાં રમુજી કટાક્ષ પણ કર્યા હતા. છતાં, મોટાભાગના ફેન્સે આ પરિવારના ફરી એક થવાના નિર્ણયના વખાણ કર્યા છે અને પ્રેમ વરસાવ્યો છે.
આ પણ વાંચો :કુકૂ કોહલીનું નિધન: અજય દેવગણના મેન્ટોરને ગુમાવતાં બોલિવૂડમાં શોકની લાગણી
આ પણ વાંચો :કુદરતી આપત્તિઓ પર બનેલી પ્રખ્યાત ફિલ્મો; આ ફિલ્મોમાં દેખાયો કુદરતનો પ્રકોપ
આ પણ વાંચો :Toxic Review: યશની ફિલ્મમાં એક્શન અને સ્ટાઇલ તો છે, પરંતુ વાર્તા કેટલી અસરકારક?
