મુંબઇ,
પોપ્યુલર ટીવી શો ‘ભાભીજી ઘર પે હૈ’ ફેમ એક્ટ્રેસ સોમ્યા ટંડનના ઘરે આગ લાગી ગઈ છે. એકટ્રેસે પોતાના સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ પર આ વિશે જાણકારી આપી છે. સોમ્યાએ પોતાના સળગેલા ઘરના અમુક ભાગના ફોટો પણ શેર કર્યા છે. આ આગમાં સોમ્યાને વધુ આર્થિક નુકશાન તો નથી થયું અને બધા ઘરવાળા ઠીક છે પણ એકટ્રેસને નાની ઈજા થઈ છે.
Had fire in my house 😢, lessons learnt 1. Never sleep with liquit mosquito replant next to your bed especially if it’s over take it off the switch 2. Never have loose connection things plugged in 3. Learn to use fire extinguishers infact buy n keep it at home now. pic.twitter.com/wpb5YiHqUP
— Saumya Tandon (@saumyatandon) February 21, 2019
સોમ્યાએ તસ્વીર પોસ્ટ કરતા કેપ્શન લખ્યુ છે કે મારા ઘરમાં આગ લાગી ગઈ છે. આ ઘટનાથી મને ત્રણ વસ્તુ શીખવા મળી છે. પહેલી એ કે બેડ પાસે કયારેય પણ મચ્છરદાની મારવાવાળી કોઈલ જલાવીને ઉંઘવુ ના જોઈએ. જયારે લીકવીડ ખત્મ થઈ જાય ત્યારે એને સ્વિચમાં લગાવીને ના રાખવુ જોઈએ. બીજી ધ્યાન રાખવાવાળી બાબત એ કે કયારેય પણ પ્લગનો કનેકશન ઢીલો ન હોવો જોઈએ. ત્રીજી એ કે આગ ઓલવવાવાળા ઉપકરણોનો ઉપયોગ સીધો ન કરવો જોઈએ. એને ખરીદવું જોઈએ અને પછી ચલાવતા શીખવુ જોઈએ.

એકટ્રેસના ઘરના અમુક હિસ્સો સળગી ઉઠવાથી એમના ચાહકો પણ ઘણા પરેશાન જોવા મળ્યાં.
ઉલ્લેખનીય છે કે હાલમાંજ એકટ્રેસે પુત્રને જન્મ આપ્યો છે,જેનું નામ મિરાન રાખ્યું છે.પ્રેગનન્સી દરમિયાન સોમ્યાએ ઘણા સમયથી શો થી બ્રેક લઈ લીધો હતો.

અસોમ્યા ટંડને શો ‘ભાભીજી ઘર પર હૈ’ માં અનીતા ભાભીના રોલથી ઘણી બધી પ્રસિદ્ધી મેળવી છે. આ શો થી એમને ઘરે ઘરે ઓળખાણ મળી છે.
