Entertainment News : રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ અંગે દિગ્ગજ અભિનેત્રી શર્મિલા ટાગોરે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ બોલિવૂડના સીનિયર એક્ટર મુકેશ ખન્નાએ (Mukesh Khanna) તેમના પર આકરા પ્રહાર કર્યા છે. શર્મિલા ટાગોરે (Sharmila Tagor)દાવો કર્યો હતો કે અન્ય ધર્મના લોકો ‘વંદે માતરમ’ના ભાવને સ્વીકારી કે સમજી શકતા નથી.
આ નિવેદનની આકરી ટીકા કરતા મુકેશ ખન્નાએ સવાલ ઉઠાવ્યો છે કે રાષ્ટ્રગીત પ્રત્યેના દ્રષ્ટિકોણમાં અન્ય ધર્મોની ચિંતાઓને વચ્ચે લાવવાની શું જરૂર છે? મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા અને મીડિયા સમક્ષ આ મુદ્દે પોતાનો રોષ ઠાલવતા શર્મિલા ટાગોરની પૃષ્ઠભૂમિ પર પણ અનેક સવાલો કર્યા હતા.
Mukesh Khanna : પટૌડી પરિવારમાં લગ્ન અને બંગાળી સંસ્કૃતિ પર સવાલોની ઝડી
મુકેશ ખન્નાએ જણાવ્યું કે, “તમે આખી જિંદગી હિન્દુ તરીકે વિતાવી અને લગ્ન માટે ‘આયશા બેગમ’ બન્યા. પરંતુ આજે તમે માત્ર એ જ ઓળખને આધારે વાત કરી રહ્યા હોય તેવું લાગે છે.”શર્મિલાના બંગાળી મૂળનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, જે બંગાળમાં મા કાલીની પૂજા થાય છે અને જ્યાંથી વંદે માતરમ (Vande Mataram) નો જન્મ થયો, ત્યાં ઉછરેલા વ્યક્તિને અચાનક આ ગીત અન્ય ધર્મો માટે અસ્વીકાર્ય કેમ લાગવા મંડ્યું?
મુકેશ ખન્નાએ સ્પષ્ટ કર્યું કે ભારતમાં રહેતા દરેક નાગરિકે (Every citizen residing in India)દેશના રાષ્ટ્રીય પ્રતીકોનું સન્માન કરવું જ જોઈએ. જો કોઈ વ્યક્તિ શારીરિક રીતે નમે નહીં તો કોઈ દબાણ નથી, પરંતુ રાષ્ટ્રીય ગીતનો જ વિરોધ કરવો અયોગ્ય છે.
ઈશ્વર એક છે પણ રાષ્ટ્રધર્મ સૌથી મોટો
મુકેશ ખન્નાએ ભારપૂર્વક જણાવ્યું કે હિન્દુ ધર્મમાં ભલે વિવિધ દેવી-દેવતાઓની માન્યતા હોય, પરંતુ ઈશ્વરનો મૂળ સંદેશ એક જ છે. કેટલાક લોકો માત્ર પોતાના ધાર્મિક કારણોસર ‘વંદે માતરમ’ ગાવાનો ઇનકાર કરે છે તે માનસિકતા બદલવાની જરૂર છે.તેમણે કહ્યું કે દેશની માટી અને રાષ્ટ્રગીત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી એ દરેક ભારતીયની પ્રાથમિક ફરજ છે, અને આવા વિવાદાસ્પદ નિવેદનો દેશની એકતાને નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો :ક્રિસ્ટલ ડિસોઝા અને રીડા થરાનાએ રચ્યો ઇતિહાસ; સંયુક્ત રીતે જીતી ‘ધ ટ્રેટર્સ 2’ ની ટ્રોફી
આ પણ વાંચો :25 વર્ષનું સફળ કરિયર છતાં બોલિવૂડની ‘બેબો’નું એક સપનું રહી ગયું અધૂરું
આ પણ વાંચો :‘દાયરા’ ફિલ્મમાં સાથે દેખાશે કરીના-પૃથ્વીરાજ; જાણો બંનેમાંથી કોણ છે સૌથી વધુ અમીર
