Entertainment News : બોલિવૂડની ટોચની એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સાઉથ સિનેમાના દમદાર અભિનેતા પૃથ્વીરાજ સુકુમારન (Prithviraj-Kareena)ટૂંક સમયમાં જ મોટા પડદા પર પહેલીવાર એકસાથે જોવા મળશે. મેઘના ગુલઝારના નિર્દેશનમાં બનેલી ક્રાઈમ થ્રિલર ફિલ્મ ‘દાયરા’ (Daayra Movie) 18 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તાજેતરમાં રિલીઝ થયેલા આ ફિલ્મના ટ્રેલરને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, ફિલ્મની રિલીઝ પહેલાં આ બંને લીડ સ્ટાર્સની ફી અને તેમની કુલ નેટવર્થને લઈને સોશિયલ મીડિયા પર મોટો ચર્ચાનો વિષય બન્યો છે.
Prithviraj-Kareena : પૃથ્વીરાજ સુકુમારનની નેટવર્થ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ
22 વર્ષની કરિયર અને હિટ ફિલ્મો: 43 વર્ષના પૃથ્વીરાજ સુકુમારને પોતાના અભિનય કરિયરની શરૂઆત વર્ષ 2002માં આવેલી મલયાલમ ફિલ્મ ‘નંદનમ’થી કરી હતી. સાઉથ ઉપરાંત તેમણે બોલિવૂડની ફિલ્મોમાં પણ ઉત્કૃષ્ટ કામ કર્યું છે. તેમની પ્રમુખ ફિલ્મોની યાદીમાં ‘જન ગણ મન’, ‘અય્યપ્પન કોશી’, ‘કોલ્ડ કેસ’, ‘થિરાકકથા’, ‘ક્લાસમેટ્સ‘ અને ‘પોક્કિરી રાજા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.
નેટવર્થ અને બંગલો: પૃથ્વીરાજ એક ફિલ્મમાં કામ કરવા માટે 4 થી 10 કરોડ સુધીનો મોટો ચાર્જ લે છે. તેમની કુલ નેટવર્થ 54 કરોડ આંકવામાં આવી છે. રહેઠાણની વાત કરીએ તો મુંબઈના પોશ વિસ્તાર પાલી હિલમાં તેમની પાસે 17 કરોડનું આલીશાન ઘર છે, જ્યારે કેરળના કોચીમાં પણ તેમનો એક ભવ્ય લક્ઝરી બંગલો આવેલો છે.
પૃથ્વીરાજનું લક્ઝરી કાર કલેક્શન:
પૃથ્વીરાજ સુકુમારન પોતાની રોયલ લાઈફસ્ટાઈલ માટે જાણીતા છે. તેમના ગેરેજમાં લેમ્બોર્ગિની ઉરુસ, રેન્જ રોવર વોગ, લેન્ડ રોવર ડિફેન્ડર 110 અને પોર્શે કેયેન જેવી મોંઘી અને લક્ઝરિયસ ગાડીઓ સામેલ છે.
કરીના કપૂર ખાન: 9 ગણી વધુ સંપત્તિ અને 100 કરોડથી વધુ કિંમતનું ઘર
બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ: કરીના કપૂર ખાને વર્ષ 2000માં આવેલી ફિલ્મ ‘રેફ્યુજી’ થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ‘કભી ખુશી કભી ગમ’, ‘બજરંગી ભાઈજાન’, ‘જબ વી મેટ’, ‘ક્રૂ’, ‘ચમેલી’, ‘એતરાઝ’, ‘હલચલ’, ‘ગુડ ન્યૂઝ’, ‘ગોલમાલ રિટર્ન્સ’ અને ‘3 ઈડિયટ્સ’ જેવી સદાબહાર ફિલ્મોથી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. કરીના પ્રતિ ફિલ્મ 10 થી 15 કરોડની ધરખમ ફી વસૂલે છે.
કુલ નેટવર્થ અને રોયલ કલેક્શન: કરીના કપૂર ખાનની કુલ સંપત્તિ (Kareena Kapoor Net Worth) 485 કરોડ છે, જે પૃથ્વીરાજની સરખામણીમાં 9 ગણી વધુ છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં તેઓ પરિવાર સાથે જે આલીશાન ઘરમાં રહે છે તેની કિંમત 100 કરોડથી પણ વધુ છે. આ સિવાય તેમના કાર કલેક્શનમાં લેક્સસ LX 470, મર્સિડીઝ બેન્ઝ S ક્લાસ, રેન્જ રોવર સ્પોર્ટ SUV અને ઓડી Q7 જેવી રોયલ ગાડીઓ શાન વધારે છે.
આ પણ વાંચો :બોલિવૂડમાં કમબેક નિષ્ફળ છતાં 1200 કરોડની નેટવર્થ; બિઝનેસ એમ્પાયરથી કરોડો રૂપિયા છાપે છે વિવેક ઓબેરોય
