Entertainment News : બોલિવૂડની દિવંગત અદાકારા શ્રીદેવી અને પ્રોડ્યુસર બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર (Khushi Kapoor) હાલ પોતાની પર્સનલ લાઈફ અને ડેટિંગ રૂમર્સને કારણે ભારે લાઈમલાઈટમાં છે. ફિલ્મ ધ આર્ચીઝ(The Archies)ના કો-સ્ટાર વેદાંગ રૈના સાથે બે વર્ષ લાંબા રિલેશનશિપ બાદ અલગ થયેલી ખુશી હવે પોતાના બાળપણના ફ્રેન્ડ અને એક્સ-બોયફ્રેન્ડ આકાશ મહેતા સાથે ફરી કનેક્ટ થઈ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
Khushi Kapoor : વેદાંગ સાથે અણબનાવ બાદ જિંદગીમાં આગળ વધી ખુશી
આ વર્ષની શરૂઆતમાં જ ખુશી અને વેદાંગ રૈનાનો સંબંધ પૂરો થઈ ગયો હતો. બ્રેકઅપથી ખુશી પર માનસિક અસર (Psychological impact) પડી હતી, પરંતુ હવે તે પોતાના ચાઈલ્ડહુડ લવ આકાશ મહેતા સાથે ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. ખુશી હવે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ એક્ટરને ડેટ કરવા નથી માગતી. ઉલ્લેખનીય છે કે, ખુશીના પરિબળ સભ્યો અને નજીકના બોલિવૂડ ફ્રેન્ડ્સ જેવા કે જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, શનાયા કપૂર અને નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર આકાશ મહેતાને ફોલો પણ કરે છે.
ડેટિંગ અને રિલેશનશિપ પર ખુશીના વિચારો
પોતાની લવ લાઈફ અંગે વાત કરતા ખુશીએ અગાઉ જણાવ્યું હતું કે, આજના સમયમાં રિલેશનશિપના બદલાતા કન્સેપ્ટ વચ્ચે ટ્રાન્સપરન્સી અને સીધા સંબંધો હોવા ખૂબ જ જરૂરી છે. પોતાના કરિયરની વાત કરીએ તો, ‘ધ આર્ચીઝ’થી ડેબ્યૂ કરનાર ખુશી કપૂર ટૂંક સમયમાં પોતાની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીની સુપરહિટ ફિલ્મ ‘મોમ’ની સીક્વલમાં મહત્વના રોલમાં જોવા મળશે, જેમાં તેની સાથે કરિશ્મા તન્ના પણ સ્ક્રીન શેર કરશે.
આ પણ વાંચો :દિશા સાલિયાન કેસમાં CBI તપાસના આદેશ, કોર્ટના નિર્ણય બાદ હવે તપાસ પર નજર
આ પણ વાંચો :માત્ર 2 કરોડના બજેટવાળી ‘હનુમાન અંશ’ 500 કરોડની ‘ટોક્સિક’ પર પડી ભારે
આ પણ વાંચો :જૌહર અને રાણી પદ્માવતી વિવાદ પર સ્વરા ભાસ્કરનો પલટવાર
