Entertainment News : સિનેમાઘરોમાં અણધાર્યો બોક્સ ઓફિસ ધમાકો જોવા મળી રહ્યો છે. નીમ કરોલી બાબાના જીવન પર આધારિત નાના બજેટની ફિલ્મ ‘હનુમાન અંશ’ (Hanuman Ansh)સુપરસ્ટાર યશની બિગ બજેટ ફિલ્મ ‘ટોક્સિક’ (Toxic)ને કમાણીના મામલે આકરી ટક્કર આપી રહી છે. તાજેતરમાં સામે આવેલા કલેક્શનના આંકડાઓએ ફિલ્મ વિવેચકો અને બોલિવૂડ જગતને ચોંકાવી દીધા છે.
‘Hanuman Ansh ‘ એ એક જ દિવસમાં બજેટ કરતાં 4 ગણી કમાણી કરી
સેકનિલ્કના આંકડા અનુસાર, 1 સપ્ટેમ્બરે ‘હનુમાન અંશ’ એ ભારતમાં 8.50 કરોડનું ગ્રોસ કલેક્શન (Gross Collection)કર્યું છે. માત્ર 2 કરોડના નાનકડા બજેટમાં બનેલી આ ફિલ્મે રિલીઝના 26મા દિવસે એક જ દિવસમાં પોતાના મૂળ બજેટથી 4 ગણાથી વધુની કમાણી કરી લીધી છે. બીજી તરફ, 500 કરોડના મેગા બજેટ ધરાવતી ‘ટોક્સિક’ ફિલ્મે તમામ ભાષાઓ મળીને 1 સપ્ટેમ્બરે માત્ર 8.20 કરોડનો બિઝનેસ કર્યો હતો.
હિન્દી બેલ્ટમાં ‘ટોક્સિક’ કરતાં 2.9 કરોડ આગળ રહી ‘હનુમાન અંશ’
સૌથી ખાસ વાત એ છે કે ‘હનુમાન અંશ’ની 8.50 કરોડની આ કમાણી માત્ર હિન્દી ભાષામાંથી જ થઈ છે, જ્યારે ‘ટોક્સિક’ પાંચ ભાષાઓ (હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ) મળીને પણ 8.20 કરોડ જ કમાઈ શકી. હિન્દી ભાષાની સરખામણી કરીએ તો ‘ટોક્સિક’એ હિન્દીમાં માત્ર 5.60 કરોડનું કલેક્શન કર્યું છે, જે ‘હનુમાન અંશ’ કરતા 2.9 કરોડ ઓછું છે. 7 ઓગસ્ટે રિલીઝ થયેલી ‘હનુમાન અંશ’નું નેટ કલેક્શન 54.13 કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે 26 ઓગસ્ટે આવેલી ‘ટોક્સિક’નું 7 દિવસનું ભારતીય નેટ કલેક્શન 229.95 કરોડ નોંધાયું છે.
આ પણ વાંચો :જૌહર અને રાણી પદ્માવતી વિવાદ પર સ્વરા ભાસ્કરનો પલટવાર
આ પણ વાંચો :દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરનો નવો માઇલસ્ટોન: કરિયરની landmark 555મી ફિલ્મની કરી જાહેરાત
આ પણ વાંચો :વિવાદોથી સન્માન સુધી: સમય રૈનાનું ધમાકેદાર પુનરાગમન
