Entertainment News/ દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરનો નવો માઇલસ્ટોન: કરિયરની landmark 555મી ફિલ્મની કરી જાહેરાત

દિગ્ગજ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher) સોશિયલ મીડિયા પર પોતાની કારકિર્દીની Landmark 555મી ફિલ્મની જાહેરાત કરી છે. સસ્પેન્સ જાળવીને તેમણે શેર કરેલી આ ઈન્સ્ટા પોસ્ટે સિનેમા જગતમાં અને ફેન્સ વચ્ચે ભારે કૂતૂહલ સર્જ્યું છે.

Entertainment
Anupam Kher A blast with the 555th film

Entertainment News : ચાર દાયકાથી વધુ સમયથી પોતાની દમદાર એક્ટિંગ વડે બોલિવૂડમાં રાજ કરી રહેલા 71 વર્ષીય અભિનેતા અનુપમ ખેરે (Anupam Kher)સિનેમા જગતમાં એક નવો ઈતિહાસ રચ્યો છે. સોશિયલ મીડિયા પર એક ખાસ અને રસપ્રદ પોસ્ટ શેર કરીને તેમણે પોતાની કારકિર્દીની 555મી ફિલ્મ (555th Film)અંગે સત્તાવાર જાહેરાત કરી ફેન્સને સરપ્રાઈઝ આપી છે.

સસ્પેન્સ જાળવીને ફેન્સ સાથે શેર કરી ઉત્સાહજનક પોસ્ટ

અનુપમ ખેરે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ (Anupam Kher Instagram) પર સસ્પેન્સ જાળવી રાખતા લખ્યું કે, કેટલીક ખાસ વાતોને યોગ્ય સમય સુધી ગુપ્ત રાખવામાં જ સાચો આનંદ છે. તેમણે પોતાની 555મી ફિલ્મનો પ્રોજેક્ટ સાઈન કર્યાનો હર્ષ વ્યક્ત કર્યો છે, જોકે આ ક્ષણે ફિલ્મનું નામ કે તેના અન્ય કલાકારો વિશે ખુલાસો કર્યો નથી. તેમણે ઉમેર્યું કે તેઓ યોગ્ય સમયે આ તમામ વિગતો શેર કરશે, જેના કારણે ફેન્સ અને બોલિવૂડ જગતમાં આ નવા પ્રોજેક્ટને લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે.

શ્રી રામ જન્મભૂમિ અને આગામી મોટા ધમાકા

અનુપમ ખેર આ દિવસોમાં પોતાની અન્ય આગામી ફિલ્મ “શ્રી રામ જન્મભૂમિ” (Shree Ram Janmabhoomi )ને લઈને પણ ભારે ચર્ચામાં છે, જેમાં તેઓ અશોક સિંઘલનો મહત્વપૂર્ણ અભિનય કરતા નજરે પડશે. આ ઉપરાંત, હાલમાં જ તેમણે નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતી ભાવુક પ્રતિક્રિયા આપીને સોશિયલ મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.


આ પણ વાંચો :દીપિકા કક્કરે ઘટાડ્યું વજન, શોએબ ઇબ્રાહિમે નવા લુકના કર્યા વખાણ

આ પણ વાંચો :કલેક્શન પર ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદીએ તોડી ચુપ્પી, કહ્યું- ‘હિટ કે ફ્લોપ કહેવું ઉતાવળ છે’

આ પણ વાંચો :હરિયાણાના સિંગર અંકિત બાલિયાન હત્યા કેસમાં પોલીસનું મોટું ઓપરેશન, 2 શૂટર્સ ઠાર