Tech & Auto News : વિશ્વની અગ્રણી ટેક કંપની એપલ (Apple) માં એક નવા યુગની શરૂઆત થઈ છે. ઓગસ્ટ 2011થી સ્ટીવ જોબ્સનો વારસો સંભાળીને કંપનીનું માર્કેટ કેપ $4 ટ્રિલિયનથી વધુ પહોંચાડનાર ટિમ કૂકે 15 વર્ષના સફળ કાર્યકાળ બાદ CEO પદ (Apple CEO)છોડ્યું છે, અને તેમના સ્થાને જોન ટર્નસે કંપનીની કમાન સંભાળી લીધી છે.
Apple : ટિમ કૂકની 15 વર્ષની શાનદાર યાત્રા અને સિદ્ધિઓ
ટિમ કૂક (Tim Cook)ના નેતૃત્વમાં એપલે માત્ર હાર્ડવેર પૂરતું સીમિત ન રહીને Apple Music, Apple TV+ અને iCloud જેવા સેવાઓ ક્ષેત્રે મોટો વિસ્તાર કર્યો. તેમના કાર્યકાળ દરમિયાન Apple Watch, AirPods અને Apple Silicon ચિપ્સ જેવા ક્રાંતિકારી ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા. આ સાથે જ સપ્લાય ચેઇનમાં ચીન પરની નિર્ભરતા ઘટાડી ભારત જેવા દેશોમાં ઉત્પાદન વધારવાનું મોટું પગલું પણ તેમણે ભર્યું હતું.
કોણ છે જોન ટર્નસ (John Ternus)અને શું રહેશે તેમની આગામી વ્યૂહરચના?
વર્ષ 2001થી એપલ સાથે જોડાયેલા અને મિકેનિકલ એન્જિનિયરિંગનો પૃષ્ઠભૂમિ ધરાવતા જોન ટર્નસ કંપની માટે નવા ચહેરો નથી. iPad, iPhone અને Mac જેવા ફ્લેગશિપ પ્રોડક્ટ્સના હાર્ડવેર ડેવલપમેન્ટમાં મહત્વની ભૂમિકા ભજવનાર ટર્નસના આગમનથી હવે એપલ હાર્ડવેર ઇનોવેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આગામી સમયમાં ફોલ્ડેબલ આઇફોન, એડવાન્સ્ડ AI ફીચર્સ અને ગૂગલ સામે ટેક હરીફાઈમાં એપલને આગળ લઈ જવાનો મોટો પડકાર તેમની સમક્ષ રહેશે.
આ પણ વાંચો :વિવાદોથી સન્માન સુધી: સમય રૈનાનું ધમાકેદાર પુનરાગમન
આ પણ વાંચો :40 વર્ષની વયે માતા બનશે ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ એક્ટ્રેસ કશ્મીરા ઈરાની
આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો
