Entertainment News : ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી કશ્મીરા ઈરાની (Kashmira Irani)ના ઘરે ટૂંક સમયમાં નાના મહેમાનનું આગમન થવા જઈ રહ્યું છે. 40 વર્ષની ઉંમરે કશ્મીરા પ્રથમ વખત માતૃત્વ (Motherhood)નો આનંદ માણવા જઈ રહી છે. લગ્નના બે વર્ષ બાદ અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક અત્યંત ક્રિએટિવ પોસ્ટ શેર કરીને ફેન્સ અને શોબિઝ વર્લ્ડ સાથે આ ખુશખબર શેર કર્યા છે, જેના પછી ચાહકો અને સેલેબ્સ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
Kashmira Irani : નાળિયેરની અનોખી તસવીર સાથે કરી પ્રેગ્નેન્સીની જાહેરાત
કશ્મીરાએ પોતાના સોશિયલ મીડિયા પર બે નાળિયેરની ક્યૂટ ફોટો શેર કરી છે, જેના પર ‘મોમ’ અને ‘ડેડ’ લખેલી કેપ તથા ચશ્મા મૂકેલા છે. કેપ્શનમાં તેણે ‘#ComingSoon’ લખીને પોતાના પ્રેગ્નેન્સી (Pregnancy)સ્ટેટસનો ખુલાસો કર્યો હતો. આ પોસ્ટ સામે આવ્યા બાદ ગૌહર ખાન, રિદ્ધિમા પંડિત જેવા સિને-જગતના તારાઓએ તેને ભાવુક થઈને વધામણાં આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2024 માં કશ્મીરાએ પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ અક્ષત સક્સેના સાથે સાત ફેરા લીધા હતા.
17 વર્ષની ઉંમરે મુંબઈ આવીને બનાવી ઓળખ
અમદાવાદ સાથે કનેક્શન ધરાવતી કશ્મીરા માત્ર 17 વર્ષની ઉંમરે એક્ટિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા મુંબઈ પહોંચી હતી. શરૂઆતમાં ગૂગલ અને ટાટા સ્કાય જેવી મોટી બ્રાન્ડ્સની એડ્સ કર્યા બાદ 2007ની સીરિયલ ‘અંબર ધારા’થી તે ઘરઘરમાં જાણીતી બની હતી. આ પછી તેણે સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ (Tiger Zinda Hai)અને શાહિદ કપૂરની ‘રંગૂન’માં મહત્વના રોલ ભજવ્યા હતા. તે છેલ્લે ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં જોવા મળી હતી.
આ પણ વાંચો :નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ
આ પણ વાંચો :16 મી સદીના રહસ્યમય મંદિર અને લોકકથા પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ધ વન’
આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો
