Entertainment News/ નેપાળ પૂર અને ગુમ થવાની વાતો વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાથી હેમખેમ ભારત પરત ફરી માનસી પારેખ

કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન નેપાળના પૂરમાં ગુમ થવાની વાતો વચ્ચે અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) સુરક્ષિત રીતે મુંબઈ પરત ફરી છે. તેણે યાત્રાના ભયાનક અનુભવો શેર કર્યા છે.

Entertainment
Manasi Parekh has safely reached India

Entertainment News : ગુજરાતી સિનેમા અને ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh)ને લઈને તાજેતરમાં ચિંતાજનક અહેવાલો સામે આવ્યા હતા. નેપાળમાં આવેલા ભયાનક પૂર વચ્ચે કૈલાશ માનસરોવર (Kailash Mansarovar)ની આધ્યાત્મિક યાત્રાએ ગયેલી માનસી સાથે સંપર્ક ન થતાં તેના ગુમ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. જોકે, તમામ અફવાઓનો અંત આવ્યો છે અને અભિનેત્રી સંપૂર્ણપણે સહીસલામત ભારત પરત ફરી છે.

Manasi Parekh : સદગુરુના ઈશા ફાઉન્ડેશન સાથે ગઈ હતી યાત્રાએ

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી માનસી પારેખ આધ્યાત્મિક ગુરુ સદગુરુના ‘ઈશા ફાઉન્ડેશન’ (Isha Foundation)હેઠળ 90 થી વધુ યાત્રીઓના ગ્રુપ સાથે કૈલાશ માનસરોવરના દર્શને ગઈ હતી. દર્શન પૂર્ણ કરીને મુંબઈ એરપોર્ટ પર પહોંચતાં જ પરિવારના સભ્યોએ તેને ફૂલોની માળા પહેરાવી સ્વાગત કર્યું હતું. આ ક્ષણે સમગ્ર પરિવાર અને માનસી ભાવુક થઈ ગયા હતા. યાત્રા દરમિયાન નેપાળ-તિબેટ બોર્ડર પર સર્જાયેલી કુદરતી હોનારત (Nepal Floods)અંગે વાત કરતા તેણે પોતાના ભયાનક અનુભવો શેર કર્યા હતા.

2

‘આખું ગામ અને ઈમિગ્રેશન બિલ્ડિંગ પાણીમાં વહી ગયું’

નેપાળમાં પૂરની તબાહી વિશે માનસીએ જણાવ્યું કે, ચીન બોર્ડર પરથી નીકળવાના 24 કલાક પહેલાં જ એક મોટો વિસ્ફોટ જેવી દુર્ઘટના બની હતી, જેમાં વિશાળ ઈમિગ્રેશન બિલ્ડિંગ અને આખું ગામ જમીનદોસ્ત થઈ પાણીમાં તણાઈ ગયું હતું. લોકો 300 કિલોમીટર દૂર સુધી તણાઈ ગયા હતા અને ચારેય તરફ માત્ર કાદવનું સામ્રાજ્ય હતું. ઉલ્લેખનીય છે કે, ઔરંગાબાદમાં જન્મેલી 40 વર્ષીય માનસીને ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે અને તેણે ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ તથા ‘સુમિત સંભાલ લેગા’ જેવા જાણીતા શોમાં કામ કર્યું છે.


આ પણ વાંચો :16 મી સદીના રહસ્યમય મંદિર અને લોકકથા પર આધારિત સિદ્ધાર્થ મલ્હોત્રાની નવી ફિલ્મ ‘ધ વન’

આ પણ વાંચો :‘બંટવારા 1947’ બાદ રાજકુમાર સંતોષી અને સની દેઓલનો નવો એક્શન ધમાકો

આ પણ વાંચો :દીપિકા કક્કરે ઘટાડ્યું વજન, શોએબ ઇબ્રાહિમે નવા લુકના કર્યા વખાણ