Entertainment News:હાલમાં જ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભરતનાટ્યમ કલાકાર યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું છે. તેમણે 84 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમનું નિધન નૃત્ય જગત માટે મોટી ખોટ છે. તેમના ચાહકો અને નજીકના લોકો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
ડાન્સર યામિની કૃષ્ણમૂર્તિના નિધનના સમાચાર તેના મેનેજર અને સેક્રેટરી ગણેશ દ્વારા આપવામાં આવ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ, યામિનીએ શનિવારે, 3 ઓગસ્ટના રોજ અપોલો હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેણી 84 વર્ષની હતી. મેનેજર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે લાંબા સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડિત હતી. તે છેલ્લા 7 મહિનાથી ICUમાં દાખલ હતી.

રવિવારે, યામિનીના પાર્થિવ દેહને તેની સંસ્થા યામિની સ્કૂલ ઑફ ડાન્સમાં લાવવામાં આવશે, જ્યાં તેને અંતિમ વિદાય આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, યામિની કૃષ્ણમૂર્તિને બાળપણથી જ ડાન્સમાં રસ હતો. તેણીએ ભરતનાટ્યમ અને કુચીપુડી જેવા પરંપરાગત નૃત્યમાં ઘણા પુરસ્કારો જીત્યા હતા. તેમને 1968માં પદ્મશ્રી, 2001માં પદ્મ ભૂષણ અને 2016માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તે કુચીપુડી નૃત્ય શૈલીમાં ‘ટોર્ચ બેરર’ તરીકે જાણીતી હતી. આ સાથે તે યામિની સ્કૂલ ઓફ ડાન્સમાંથી ડાન્સિંગ ઈન્સ્ટિટ્યૂટ પણ ચલાવતી હતી.
આ પણ વાંચો:ઉર્વશી રૌતેલા પછી આ પ્રખ્યાત અભિનેત્રીનો અશ્લીલ ફોટો વાયરલ, સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો
આ પણ વાંચો:અમિતાભ બચ્ચને કરી ભૂલ! સોશિયલ મીડિયા પર ખોટો વીડિયો શેર કર્યા બાદ હવે ચાહકોની માંગી માફી
આ પણ વાંચો:શાહરૂખ ખાનને થઇ આંખની સમસ્યા,સારવાર માટે જશે અમેરિકા!
