Shukra Gochar 2026/ આજે શુક્ર થશે અસ્ત….આ 4 રાશિઓ પર આવી શકે છે ધનનું સંકટ! રહેવું સાવધાન….

અસ્તાચલ શુક્ર ગોચર (Shukra Gochar 2026) કેરિયર ગ્રોથના હિસાબે ચિંતા ઉપજાવનારું રહેશે. નોકરી કરનારા લોકોને વરિષ્ઠ અધિકારીઓ અથવા સહકર્મચારીઓ સાથે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shukra Gochar 2026: શુક્ર અસ્ત થતાં 4 રાશિઓ પર Major Crises! આર્થિક મુશ્કેલીઓથી રહો Alert!

Shukra Gochar 2026: ધન, વૈભવ અને સુખોનો કારક શુક્ર ગ્રહ 14 ઓક્ટૉબરે એટલે કે આજે તુલા રાશિમાં અસ્ત થશે. નવરાત્રિ (Navratri 2026)ના પાવન દિવસોમાં શુક્રનું અસ્ત થવું (Shukra Gochar 2026) કેટલીક રાશિઓ માટે અનુકૂળ માનવામાં નથી આવતું. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ શુક્ર 14 થી 30 ઓક્ટૉબર સુધી અસ્ત રહેશે અને આ મહિનાના અંત સુધીમાં 4 રાશિઓ (Zodiac Signs)ને આર્થિક ક્ષેત્રે નુકસાન થશે. આથી આ રાશિઓએ મહિનાના અંત સુધી ઘણા જ સતર્ક રહેવાની જરુર છે. તો ચાલો જાણીએ કે અસ્તાચલ શુક્ર કયા જાતકો માટે નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે?

શુક્રનું તુલા રાશિમાં ગોચર અને અસ્ત થવું (Shukra Gochar 2026)

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ શુક્ર 14 થી 30 ઓક્ટૉબર સુધી અસ્ત રહેશે અને આ મહિનાના અંત સુધીમાં 4 રાશિઓને આર્થિક ક્ષેત્રે નુકસાન થશે.

વૃષભ રાશિ-શુક્ર અસ્ત-સ્વાસ્થ્ય અને ઊર્જા સંબંધી સમસ્યાઓ
વૃષભ રાશિ-શુક્ર અસ્ત-સ્વાસ્થ્ય અને ઊર્જા સંબંધી સમસ્યાઓ

વૃષભ રાશિ (Taurus)

અસ્ત શુક્ર (Ast Shukra Grah)ના કારણે તમને સ્વાસ્થ્ય અને ઊર્જા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આસમયે શારીરિક સક્રિયતામાં કમી આવશે અને આકર્ષણમાં ઉણપ જણાશે. કેરિયરના ક્ષેત્રે સ્થિતિ અગાઉ કરતા ઘણી વધારે પડકારજનક રહેશે. શુક્રના અસ્ત થવાથી તમારા સુખોમાં કમી આવી શકે છે. તમે જે ખુશીઓની રાહ જોઈ રહ્યા હતા એ માટે હજુ પણ પ્રતીક્ષા કરવી પડશે.

મિથુન રાશિ-શુક્ર અસ્ત-ઉતાવળે લેવાયેલો નિર્ણય મુશ્કેલીઓ વધારી શકે
મિથુન રાશિ-શુક્ર અસ્ત-ઉતાવળે લેવાયેલો નિર્ણય મુશ્કેલીઓ વધારી શકે

મિથુન રાશિ (Gemini)

અસ્તાચલ શુક્ર ગોચર કેરિયર ગ્રોથના હિસાબે ચિંતા ઉપજાવનારું રહેશે. નોકરી કરનારા લોકોને વરિષ્ઠ અધિકારીઓ અથવા સહકર્મચારીઓ સાથે તાલમેલ બેસાડવામાં પણ મુશ્કેલી થઇ શકે છે. વેપારી વર્ગને સરકારી નિયમો, નીતિઓ અથવા પ્રશાસનિક પ્રક્રિયાઓના કારણો સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સટ્ટો, ટ્રેડિંગ અથવા શેર બજાર સાથે જોડાયેલા જાતકોને આ દરમિયાન મોટા જોખમો લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. ઉતાવળે લેવાયેલો નિર્ણય મુશ્કેલીઓ વધારી શકે છે.

તુલા રાશિ- શુક્ર અસ્ત-જીવનસાથી સાથે સમસ્યા
તુલા રાશિ- શુક્ર અસ્ત-જીવનસાથી સાથે સમસ્યા

તુલા રાશિ (Libra)

આ રાશિના જાતકો આ સમય દરમિયાન સામાજીક દબાણ મહેસૂસ કરી શકે છે. અન્યોના પ્રભાવમાં આવીને નિર્ણયો લેવાથી માનસિક તણાવ વધશે. આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે અને સુખ-સુવિધાઓને પ્રાપ્ત કરવા તમે પોતાની જાત પર જરુરથી વધારે દબાણ કરી શકો છો. એની અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. જીવનસાથી સાથે ભાગીદારીમાં ધન, સંયુક્ત સંપત્તિ અથવા રોકાણ સંલગ્ન બાબતોમાં સમસ્યા સર્જાઈ શકે છે. શ્વસુર પક્ષ સાથે તણાવની પણ આશંકા દર્શાવવામાં આવી છે.

મકર રાશિ-શુક્ર અસ્ત-ગુપ્ત શત્રુઓને કારણે કેરિયર પ્રભાવિત થવાની આશંકા
મકર રાશિ-શુક્ર અસ્ત-ગુપ્ત શત્રુઓને કારણે કેરિયર પ્રભાવિત થવાની આશંકા

મકર રાશિ (Capricorn)

કાર્યક્ષેત્રમાં અનિશ્ચિતતાઓ વધી શકે છે. તમારા ગુપ્ત શત્રુઓને કારણે કેરિયર પ્રભાવિત થવાની આશંકા છે. મનપસંદ પ્રોગ્રેસ મેળવવા માટે વધારાના પ્રયાસો કરવા પડી શકે છે. ધનધાન્યની કમી મહેસૂસ થઇ શકે છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી રાખવું તમારા માટે થોડું મુશ્કેલ બનશે. વિદ્યાર્થીએને પણ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા સર્જાઇ શકે છે જેના કારણે એમની શૈક્ષણિક ઉપલબ્ધિઓ પ્રભાવિત થવાની આશંકા છે. આ સંજોગોમાં કામ અને અભ્યાસ સાથે જોડાયેલા લક્ષ્યો પર ધ્યાન એકાગ્ર રાખવું જરુરી રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ પણ વાંચો: દુર્ગા પૂજા 2026 ક્યારે શરુ થશે અને કયા દિવસે થશે માતાનું પ્રસ્થાન…મહાઅષ્ટમીથી વિસર્જન સુધી…

આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!