Navratri 2026/ નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?

આ શારદીય નવરાત્રિ કયા દિવસે કયો કલર (Day Wise Navratri Colour) પહેરવો શુભ રહેશે? નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા જો આ રંગના વસ્ત્રો પહેરીને કરશો તો…

Trending Religious Rashifal Dharma & Bhakti
Day Wise Navratri Colour...આ શારદીય નવરાત્રીમાં જાણો રંગોનું Spiritual મહત્વ!

Navratri 2026: શારદીય નવરાત્રી સનાતન ધર્મને એક મહત્વપૂર્ણ તહેવાર છે. જેની શરુઆત અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે આને સમાપન નવમી તિથિએ થાય છે. આ શારદીય નવરાત્રી (Shardiya Navratri 2026) કયા દિવસે કયો કલર (Day Wise Navratri Colour) પહેરવો શુભ રહેશે?

નવરાત્રીના આગમનને હવે થોડા કલાકોની જ વાર છે. શ્રાદ્ધપક્ષ જેવું પૂર્ણ થશે કે અશ્વિન માસના શુક્લ પક્ષનો પ્રારંભ થશે. આસો સુદ એકમથી લઇને આસો સુદ નોમ સુધીના નવ દિવસ માતાજીના વિવિધ રુપોની આરાધના કરવાના પાવન દિવસો ગણાય છે. ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, ઉપવાસ પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે.

નવરાત્રિ (Navratri)ના આ 9 દિવસ દરમિયાન; મહિલાઓ, કન્યાઓ તથા નાની-નાની બાળાઓ સુંદર વસ્ત્ર-પરિધાનથી સજ્જ થાય છે અને હવે તો પુરુષો પણ પાછળ રહ્યાં નથી! રાસ-ગરબા (Raas- Garba)ના શોખીન સ્ત્રી-પુરુષો આભલાં, મોતી તથા ભાતીગળ રંગોવાળા સુંદર વસ્ત્રો ધારણ કરીને માતાજીના ચોકમાં આનંદથી ગરબે ધૂમે છે. આ સંજોગોમાં નવ દિવસ કયા રંગના વસ્ત્રો પહેરી ગરબે ઘૂમવું તેમજ માતાની પૂજા કરવી એ અંગે અમુક ધાર્મિક માન્યતાઓ પ્રચલિત છે. તો ચાલો જાણીએ કે, એકમથી લઇને નોમ તિથિ સુધી કયા માતાજીની આરાધના થાય છે અને એ તિથિએ કયા રંગના વસ્ત્રો (Cloth Colour) પહેરવા શુભ (Auspicious) રહેશે..

આ નવ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરુપોની ઉપાસના કરે છે. પરંતુ દરેક વખતે એક બાબત અંગે ઘણું જ કન્ફ્યુઝન થાય છે અને એ છે નવરાત્રિના રંગો! જેવી શારદીય નવરાત્રિ શરુ થાય છે તો કયા દિવસે કયો રંગ પહેરવો એની ઘણાને મૂંઝવણ હોય છે. તો ચાલો આવા સંજોગોમાં જાણીએ કે, આ શારદીય નવરાત્રિના કયા દિવસે કયો કલર પહેરવો (Day Wise Navratri Colour) શુભ રહેશે? અહિં દિવસ પ્રમાણે રંગોનું  (Day Wise Navratri Colour) લિસ્ટ આપેલું છે જેથી તમને કોઈ જ કન્ફ્યુઝન નહિં થાય!

Shardiya Navratri Colour
Shardiya Navratri Colour

નવરાત્રિના 9 રંગોનું લિસ્ટ (Day Wise Navratri Colour) 

પ્રથમ નોરતુ-11 ઑક્ટોબર (રવિવાર) – મા શૈલપુત્રી- રંગ નારંગી

બીજું નોરતુ-12 ઑક્ટોબર (સોમવાર)- મા બ્રહ્મચારિણી- રંગ સફેદ

ત્રીજું નોરતુ– 13 ઑક્ટોબર (મંગળવાર)-મા ચંદ્રઘંટા- રંગ લાલ

ચોથું નોરતુ-14 ઑક્ટોબર (બુધવાર)-મા કુષ્માંડા- રંગ ધેરો આસમાની

પાંચમુ નોરતુ-15 ઑક્ટોબર (ગુરુવાર)-મા સ્કંદમાતા- રંગ પીળો

છઠ્ઠું નોરતુ– 16 ઑક્ટોબર (શુક્રવાર)- મા કાત્યાયની- લીલો

સાતમું નોરતુ– 17 ઑક્ટોબર (શનિવાર)- મા કાળરાત્રિ- ભૂખરો

આઠમું નોરતુ– 18 ઑક્ટોબર (રવિવાર) – મા મહાગૌરી- જાંબલી

નવમું નોરતુ– 19 ઑક્ટોબર (સોમવાર)- મા સિદ્ધદાત્રી- મોરપિચ્છ લીલો રંગ

Day Wise Navratri Colour
Day Wise Navratri Colour

9 રંગોનું આધ્યાત્મિક મહત્વ (Day Wise Navratri Colour Spiritual Importance) 

નારંગી રંગ (Orange Colour)

આ રંગ ઊર્જા અને સકારાત્મકતાનું પ્રતીક છે. નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા જો આ રંગના વસ્ત્રો પહેરીને કરશો તો તમારામાં ઉત્સાહ અને નવીન ઊર્જાનો સંચાર થશે.

સફેદ રંગ (White Colour)

આ રંગ શાંતિ અને પવિત્રતાનું પ્રતીક છે. નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીને પ્રસન્ન કરવા માટે આ રંગના કપડા પહેરવા. આનાથી માનસિક શાંતિ મળશે.

લાલ રંગ (Red Colour)

આ રંગ સાહસ અને શક્તિનું પ્રતીક છે. નવરાત્રિના ત્રીજા દિવસે ચંદ્રઘંટાની કૃપા મેળવવા માટે લાલ રંગના કપડા પહેરવા.

રોયલ બ્લ્યૂ રંગ (Royal Blue Colour)

આ રંગ ભવ્યતા અને સ્થિરતાનું પ્રતીક છે. ચોથા દિવસે મા કૂષ્માંડાની આરાધના આ રંગના કપડા પહેરીને કરવી.

પીળો રંગ (Yellow Colour)

આ રંગ આનંદ અને બુદ્ધિમત્તાનું પ્રતીક છે. પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા આ રંગના કપડા પહેરીને કરવી અત્યંત શુભ રહેશે.

લીલો રંગ (Green Colour)

આ રંગ પ્રકૃતિ અને નવા જીવનની શરુઆતનું પ્રતીક છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા આ રંગના કપડા પહેરીને કરવી અત્યંત શુભ રહેશે.

ગ્રે અથવા ભૂખરો રંગ (Grey Colour)

આ રંગ સંતુલિત વિચારધારાનું પ્રતીક છે. નવરાત્રિના સાતમા દિવસે મા કાળરાત્રિની કૃપા મેળવવા માટે આ રંગના કપડા પહેરવાનું અત્યંત શુભ સાબિત થશે.

જાંબુડિયો રંગ (Purple Colour)

આ રંગ મહત્વાકાંક્ષા અને અધ્યાત્મનું પ્રતીક છે. આઠમા દિવસે મહાગૌરીની પૂજામાં જાંબલી રંગ પહેરવું અત્યંત શુભ માનવામાં આવે છે.

પિકૉક અથવા મોરપિચ્છ રંગ (Peacock Colour)

આ રંગ વિશિષ્ટતા અને કરુણાનું પ્રતીક છે. નવરાત્રિના નવમા અને અંતિમ દિવસે મા સિદ્ધિદાત્રિની ઉપાસના આ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઈએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:શ્રાદ્ધપક્ષમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા કરો આ ઉપાયો, પૂર્વજોને તૃપ્ત કરો…

આ પણ વાંચો:

આ પણ વાંચો: