Dharma & Bhakti/ પિતૃપક્ષમાં આ ચીજવસ્તુઓ ખરીદવાની ભૂલ ન કરશો…પિતૃઓ રિસાઇ જશે!!

ભાદરવી પૂનમથી લઇને અમાસ સુધી શ્રાદ્ધના સોળ દિવસ અમુક વસ્તુઓની ખરીદી કરવાનું શુભ નથી, આમ કરવાથી તમારા પિતૃઓ રિસાઇ શકે છે …

Trending Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti:  પિતૃપક્ષની શરુઆત થઇ ચૂકી છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક જીવન જીવવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, એવા ઘણા કાર્યો હોય છે જે કરવાની શાસ્ત્રોક્ત રીતે મનાઇ હોય છે. આ સોળ દિવસો દરમિયાન, લસણ, ડુંગળીના સેવન તથા માંસ-મદ્યપાન વગેરે તામસિક ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઇએ તથા અમુક એવી વસ્તુઓ છે કે જેમને ખરીદવાથી પણ બચવું જોઇએ. આમ કરવાથી તમારા પિતૃઓ (Ancestors) તમારાથી નારાજ થઇ શકે છે. તો ચાલો જાણીએ, કઇ-કઇ છે આ વસ્તુઓ?

પિતૃપક્ષ (Pitrupaksh)દરમિયાન, જો તમે ધાર્મિક નિયમોનું પાલન કરશો અને પિતૃઓનું શ્રાદ્ધ-તર્પણ (Shraddh) વગેરે કરશો તો તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે. જે વ્યક્તિ પિતૃદોષ (Pitrudosh)થી પીડિત છે એને એમાંથી મુક્તિ મળી શકે છે.

પિતૃપક્ષને અત્યંત પાવન માનવામાં આવે છે. આ 16 દિવસો સુધી, આ લોકમાંથી પરલોક સિધાવેલા આપણા સ્વજનોને હૃદયપૂર્વક યાદ કરવામાં આવે છે. ભાદરવી પૂનમથી લઇને ભાદ્રપદ અમાસ સુધી, શ્રાદ્ધના સોળ દિવસ સુધી અમુક વસ્તુઓની ખરીદી કરવાનું શુભ ગણાતુ નથી અને આમ કરવાથી તમારા પિતૃઓ રિસાઇ શકે છે એવી માન્યતા છે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે….

પિતૃપક્ષમાં આ ખરીદવું વર્જિત છે

1. ઝાડુ ખરીદવું ન જોઇએ.

2. વાહન ખરીદવાનું ટાળવું.

3. લગ્ન કે કોઇ અન્ય માંગલિક પ્રસંગની ખરીદી ન કરવી.

4.સોના-ચાંદીના આભૂષણો ન ખરીદવા જોઇએ.

5. લોખંડ કે એનાથી બનેલો સામાન ન ખરીદવો.

6. જમીન અથવા મકાનનો સોદો પણ વર્જિત છે.

7. પગરખાં ન લેવા.

8. નવા કપડાંની ખરીદી ન કરવી.

પિતૃપક્ષમાં શાની ખરીદી શુભ ગણાય છે?

1. શ્રાદ્ધ કરવા માટેની સામગ્રી જેવી કે કાળા તલ, ચમેલીનું તેલ, ચોખા, દર્ભ વગેરે તમે ખરીદી શકો છો.

2. ધૂપ- દીપ વગેરે ખરીદવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે.

3.ધાર્મિક પુસ્તકો ખરીદવા પણ શુભ ગણાય છે.

આ તમામ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓનો આત્મા પ્રસન્નતા અનુભવે છે અને એમને તૃપ્તિ મળે છે. શ્રાદ્ધના સોળ દિવસો દરમિયાન, આ ચીજવસ્તુઓને તમે ખરીદવા ઉપરાંત, દાન પણ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો