પ્રયાગરાજ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીઓ રૂપે ઉત્તરપ્રદેશ પહોચ્યા છે. સૌપ્રથમ તેઓ UPAના ચેરપર્સન સોનિયા ગાંધીના ગઢ માનતા રાયબરેલી પહોચ્યા હતા અને ત્યાં એક જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
प्रधानमंत्री @narendramodi प्रयागराज में संगम तट पर गंगा पूजन कर रहे है। #PMInPrayagraj pic.twitter.com/YP6okAuTxP
— BJP (@BJP4India) December 16, 2018
જો કે ત્યારબાદ પીએમ મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓએ આગામી વર્ષે યોજાનારા કુંભ મેળાને લઈ કમાંડ અને કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
Prayagraj: Prime Minister Narendra Modi inaugurates a Command and Control Centre for the Kumbh Mela. pic.twitter.com/Ono8ku4FUW
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2018
ત્યારબાદ તેઓ રાજ્યપાલ રામ નાઈક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે સંગમ તટ પર ગંગા પૂજા પણ શામેલ થયા હતા.
Prayagraj: Prime Minister Narendra Modi with Governor Ram Naik, Chief Minister Yogi Adityanath, and BJP UP Chief Mahendra Nath Pandey at Sangam Ghat. pic.twitter.com/uL1lnUDTEs
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 16, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન ૨૦૧૯ને લઈ પ્રયાગરાજ પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણીને લઈ સંદેશો પણ આપશે. આ ઉપરાંત તેઓ રવિવારે ૩ હજાર કરોડ રૂપિયાના થઇ ચકેલાકાર્યોનું ઉદ્ઘાટન કરશે, જેમાં ૩૦૦ સિવિલ એરપોર્ટ ટર્મિનલ અને ૭ ફ્લાઈઓવર મુખ્ય છે.
