Not Set/ શું આપ જાણો છે કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહે છે? દેશમાં આટલા છે કેન્દ્રશાસિત પ્રદેશ

ભારતીય બંધારણ મુજબ આપણો દેશ રાજ્યોનું સંઘ છે. ભારતમાં હાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. પરંતુ હવે ભારતમાં કુલ 7 નહી પણ 9 કેન્દ્રશાસિત પ્રદેશો હશે, કારણ કે લોકસભામાં પસાર કરાયેલા નવા બિલ હેઠળ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે જ કાશ્મીર અંગેનો […]

India

ભારતીય બંધારણ મુજબ આપણો દેશ રાજ્યોનું સંઘ છે. ભારતમાં હાલમાં 29 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. પરંતુ હવે ભારતમાં કુલ 7 નહી પણ 9 કેન્દ્રશાસિત પ્રદેશો હશે, કારણ કે લોકસભામાં પસાર કરાયેલા નવા બિલ હેઠળ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને પણ કેન્દ્રશાસિત પ્રદેશો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની આ ઘોષણા સાથે જ કાશ્મીર અંગેનો ઐતિહાસિક નિર્ણય સામે આવ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીરને લઈને દેશભરમાં અરાજકતાની સ્થિતિ બની હતી. રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા સાથે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સોમવારે રાજ્યભરમાં કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર કાશ્મીર અંગે કયો મોટો નિર્ણય લેશે તે અંગે કોઈને ખબર નહોતી. સોમવારે લોકસભામાં ચર્ચા બાદ તમામ અટકળોનો અંત આવી ગયો જ્યા કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત ક્ષેત્રની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં એક ઠરાવ રજૂ કર્યો જેમાં જણાવાયું હતું કે, બંધારણની કલમ 370 નાં તમામ ખંડ જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે નહી. શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ 2019 રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખ માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરી હતી જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય.

શાહે રાજ્યસભામાં ઘોષણા કરી હતી કે જમ્મુ-કાશ્મીર ડિવિઝન વિધાનની કાયદા સાથે એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, જ્યાં વિધાનસભા દિલ્હી અને પુડુચેરીની જેમ યોજવામાં આવશે. ગૃહમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કલમ 370 નાં તમામ ખંડો લાગુ કરવામાં આવશે નહીં.” હવે નવી સૂચિ મુજબ દેશમાં સાત નહી પરંતુ 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

કેટલા છે કેન્દ્રશાસિત પ્રદેશ

અંદમાન અને નિકોબાર દ્વીપ, દિલ્હી, પુડુંચેરી, દીવ અને દમણ, દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ. આપને જણાવી દઇએ કે, ઉલ્લેખ કરવામાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશોમાં માત્ર પુડુંચેરી અને દિલ્હીમાં જ વિધાનસભા છે, બાકી અન્યમાં વિધાનસભા નથી. જેમા હવે ઉમેરો થતા જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં નથી.

શું હોય છે કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્રશાસિત પ્રદેશોએ ભારતનાં સંઘીય વહીવટી માળખાનું પેટા રાષ્ટ્રીય વહીવટી એકમ છે. ભારતનાં રાજ્યોની પોતાની ચૂંટાયેલી સરકારો હોય છે, પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારત સરકારનું સીધુ શાસન હોય છે. ભારતનાં રાષ્ટ્રપતિ દરેક કેન્દ્રશાસિત પ્રદેશોનાં સરકારી વહીવટકર્તા અથવા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરે છે.

કેન્દ્રશાસિત પ્રદેશ કેમ બનાવવામાં આવે છે

હવે સવાલ એ ઉભો થાય છે કે, ભારતમાં કેન્દ્રશાસિત પ્રદેશ શા માટે રચાયા છે? આ માટે કોઈ સ્પષ્ટ કારણ નથી, પરંતુ ઘણા કારણો તેના માટે જવાબદાર છે. આના કેટલાક મહત્વનાં કારણો છે, કે નાના આકારનો વિસ્તાર અને ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર, વિવિધ સંસ્કૃતિ, વહીવટી મહત્વ વગેરેની સુરક્ષા કરવુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.