Not Set/ ઝટપટ ઘરે બનાવો સાબુદાણાના વડા, ફરાળી રેસીપી

સામગ્રી 200ગ્રામ સાબુદાણા 250 ગ્રામ બટાકા 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, બે નંગ લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠુ સ્વાદ મુજબ તેલ તળવા માટે બનાવવાની રીત  રાત્રે સાબુદાણાને પલાળવા તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. […]

Uncategorized

સામગ્રી

200ગ્રામ સાબુદાણા

250 ગ્રામ બટાકા

100ગ્રામ સીંગદાણા,

લીલા મરચાં 5 થી 6 નંગ,

જીરું એક ચમચી,

ખાંડ બે થી ત્રણ ચમચી,

બે નંગ લીંબુનો રસ,

ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ,

મીઠુ સ્વાદ મુજબ

તેલ તળવા માટે

બનાવવાની રીત 

રાત્રે સાબુદાણાને પલાળવા તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં ક્રસ કરી લો.

ત્યારબાદ બટાકાને બાફીને છોલી નાખો. ત્યારબાદ સાબુદાણાની અંદર બટાકાને મિક્સ કરી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, જીરુ, ખાંડમ મીઠુ, લીંબુનો રસ અને ઘાણા નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો.

હવે આ મિશ્રણના ગોળ ગોળ વડા બનાવી તેને થોડા ડબાવી વચ્ચે ટચલી આંગળી વડે કાણું પાડી દો. બધા વડા આ રીતે બનાવી લો.

પછી એક કઢાઈમાં તેલ લઈને તેને ખૂબ તપાવી લો. પછી ધીમા ગેસ પર બધા વડા તળી લો.

વડાને ગરમા-ગરમ પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.