Sharadiya Navratri 2025/ નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

નવરાત્રિ 9 દિવસની હોય છે, પરંતુ આ વર્ષે ભક્તોને માતાજીની આરાધના માટે 10 દિવસ મળશે. આ અનોખો સંયોગ તૃતીયા તિથિના વધારા થવાના કારણે સર્જાયો

Top Stories Religious Rashifal Dharma & Bhakti Breaking News

Navratri2025 News: દર વર્ષે સામાન્ય રીતે નવરાત્રિ 9 દિવસની હોય છે, પરંતુ આ વર્ષે ભક્તોને માતાજીની આરાધના માટે 10 દિવસ મળશે. આ અનોખો સંયોગ તૃતીયા તિથિના વધારા થવાના કારણે સર્જાયો છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વધારો અત્યંત શુભ માનવામાં આવે છે અને તે ભક્તો માટે સકારાત્મક પરિણામ લાવનાર બને છે.

નવરાત્રિની શરૂઆત અને અંત

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, શારદીય નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બર 2025 (સોમવાર)ના રોજ થશે. વિજયાદશમી અને દુર્ગા વિસર્જન 2 ઓક્ટોબર 2025 (ગુરુવાર)ના રોજ થશે.
ખાસ વાત એ છે કે 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસે તૃતીયા તિથિનો સંયોગ બને છે, જેના કારણે નવરાત્રિમાં એક દિવસનો વધારો જોવા મળી રહ્યો છે અને કુલ 10 દિવસ પૂજા-અર્ચના કરવામાં આ આવશે.

ખૈલયાનો ઉત્સાહ વધશે
ખૈલયાનો ઉત્સાહ વધશે

દુર્ગાષ્ટમી અને મહાનવમી

આ વખતે દુર્ગાષ્ટમી 30 સપ્ટેમ્બર (મંગળવાર)ના રોજ આવશે. આ દિવસે દેવીને નૈવેદ્ય ધરાવવાનો અને ખાસ પૂજન કરવાનો શુભ સંયોગ બનશે. મહાનવમી 1 ઓક્ટોબર (બુધવાર)ના રોજ ઉજવાશે, જેમાં મા સિદ્ધિદાત્રીની પૂજા સાથે કન્યા પૂજન અને હવન કરી શકાશે.

તિથિનો વધારો શુભ સંકેત
તિથિનો વધારો શુભ સંકેત

શાસ્ત્રોમાં તિથિનો વધારો શુભ માનવામાં આવે છે, જ્યારે તિથિનો ઘટાડો અશુભ ગણાય છે. આ વખતે તૃતીયા તિથિનો વધારો દર્શાવે છે કે આવનારો સમય સકારાત્મક રહેશે. જ્યોતિષીઓના મતે, દેશ અને દુનિયામાં સમૃદ્ધિ, સુખ અને શાંતિ વધશે. વ્યક્તિગત જીવનમાં પણ સકારાત્મકતા અને સફળતાના નવા દ્વાર ખૂલવાની શક્યતા વધી જશે.

દેવી દુર્ગાની સવારી

નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના આગમન અને પ્રસ્થાન માટેની સવારીનું મહત્વ ખૂબ વિશેષ હોય છે. આ વર્ષે દેવી હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવશે, જે જ્ઞાન, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. માન્યતા અનુસાર, હાથી પર માતાનું આગમન વરસાદની ભરપૂરતા, સમાજમાં સમૃદ્ધિ અને શાંતિનો સંકેત આપે છે.
અન્ય વાહનોમાં ઘોડો યુદ્ધનું ચિન્હ, હોડી ઇચ્છાપૂર્ણતાનનું ચિન્હ અને પાલખી રોગચાળાનું સૂચન કરે છે. પરંતુ હાથી પરનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે.

માતાજીના આશીર્વાદ મળશે
માતાજીના આશીર્વાદ મળશે

ભક્તોના ઉત્સાહમાં વધારાનો સમય

આ વર્ષે ભક્તોને નવરાત્રિ દરમિયાન દેવીના નવ સ્વરૂપોની આરાધના સિવાય વધારાના એક દિવસની પૂજા-અર્ચના કરવાની તક મળશે. દસ દિવસીય આ નવરાત્રિમાં ઉપવાસ, જાગરણ, ભજન-કીર્તન અને માતાજીના આશીર્વાદ મેળવવાનો વધારાનો અવસર ભક્તોને પ્રાપ્ત થશે.

વર્ષમાં 4 નવરાત્રિ આવે છે

મહત્વની વાત એ છે કે વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે. જેમાં ચૈત્ર અને શારદીય નવરાત્રિ મુખ્ય ગણાય છે. જ્યારે મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિઓને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. દરેક નવરાત્રિમાં કળશ સ્થાપના કરી દેવીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…