Dharma & Bhakti/ ગણેશજી સપનામાં આવે તો એનો શો છે અર્થ? જાણીએ, શું કહે છે સ્વપ્નશાસ્ત્ર…

સ્વપ્ન શાસ્ત્ર મુજબ, અલગ-અલગ સપના આપણને ભાવિ સંકેતો આપે છે. તો ચાલો, ગણેશજી સપનામાં આવે તો એનો શો અર્થ થાય એ વિશે વિસ્તારપૂર્વક જાણીએ…

Trending Religious Tips & Tricks Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: સમગ્ર ભારત દેશમાં હાલ ગણેશોત્સવના પર્વને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. વિશેષ કરીને, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ તહેવારની અનેરી રોનક જોવા મળે છે. આ પાવન પર્વ પર, ભક્તજનો રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણપતિજી (Ganpati)ની યથાશક્તિ પૂજા કરે છે. ઘરોમાં, મંદિરોમાં તથા મંડપોમાં ગણેશજીની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. આ દરમિયાન, દશે દિશાઓમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ નો જયઘોષ ગૂંજી ઉઠે છે.

ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા અને સુખકર્તા છે. હિન્દુ સનાતન ધર્મમાં, ભગવાન ગણેશ (Ganesh)ને પ્રથમ પૂજ્ય દેવ માનવામાં આવે છે. જે કોઇ ઉપાસક પર ગણપતિદાદાની કૃપાદ્રષ્ટિ વરસે છે એના જીવનના તમામ વિઘ્નો અને કાર્યોમાં નડતી અડચણો ગાયબ થઇ જાય છે. એમની કૃપાથી વ્યક્તિની વાણીમાં મીઠાશ આવે છે તથા બુદ્ધિ અને જ્ઞાનનો સંચાર થાય છે.

ઘણા લોકોએ પોતાના નિવાસસ્થાને કે કાર્યસ્થળે ગણેશજીની સ્થાપના કરેલી હશે અને એમની સેવામાં રત હશે. આવા સમયે, ઘણા ભક્તજનો એમની ભક્તિમાં એટલી હદે તન્મય બની ગયા હશે કે એમને રાત-દિવસ બસ ગણપતિદાદાનું સ્વરુપ જ નજર સમક્ષ તરવરતું હશે! આ પાવન દિવસો દરમિયાન અથવા તો જીવનમાં ગમે ત્યારે, જો તમને સ્વપ્નમાં ગણેશજીના દર્શન થાય તો એ તમારું અહોભાગ્ય ગણાય છે. સ્વપ્ન શાસ્ત્રમાં આ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. આ શાસ્ત્ર મુજબ, અલગ-અલગ સપના (Dreams) આપણને અલગ-અલગ ભાવિ સંકેતો આપે છે. તો ચાલો, ગણેશજી સપનામાં આવે તો એનો શો અર્થ થાય એ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

સ્વપ્નમાં ગણપતિના દર્શન થવાનો શો અર્થ છે?

ગણેશજીની મૂર્તિ જોવી

સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો કોઇ વ્યક્તિને સપનામાં ગણેશજીની પ્રતિમાના દર્શન થાય તો તેના પર બાપ્પાની અનહદ કૃપા છે એવું અર્થઘટન કરવામાં આવે છો. આવુ સપનું નજીકના ભવિષ્યમાં કોઇ શુભ સમાચાર (Good News) મળવા તરફ પણ ઈશારો કરે છે.

ગણેશજીને મોદક કે લાડુ ખાતા જોવા

ગણપતિજીનું પ્રિય ભોજન મોદક (Modak) અથવા લાડુ ગણાય છે. જો તમને સપનામાં ગણપતિદાદા મોદક કે લાડુ ખાતા જોવા મળે તો જાણી લો કે, તમારા કૌટુ્ંબિક જીવનમાં સુખ-સમદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ અવશ્ય થશે અને તમારા અન્નભંડાર છલકાઇ જશે!

મૂષક પર વિરાજેલા ગણેશજીને જોવા

ભગવાન શ્રી ગણેશનું વાહન છે ઉંદર અર્થાત્ મૂષક! જો તમે કેટલાય સમયથી ક્યાંય ફરવા નથી જઇ શક્યા અથવા તો વિદેશગમનની યોજના ફળીભૂત નથી થઇ રહી તો, મૂષક પર સવાર ગણપતિજીનું સ્વપ્ન આવવું અત્યંત લાભકારી મનાય છે. જે લોકો પરદેશ (Foreign) જવાના ઇચ્છુક છે એમની મનોકામના સિદ્ધ થઈ શકે છે. આનો અર્થ એ પણ છે કે, તમને ટૂંક સમયમાં જ સુખદ યાત્રાઓ કરવાનો મોકો મળી શકે છે.

માંગલિક કાર્ય થશે કે ખુશખબરી મળશે

જીવન એક રગશિયા ગાડા જેવું ચાલી રહ્યું હોય અને એવા સમયે તમને ભગવાન શ્રી ગણેશ સ્વપ્નમાં આવે તો એ સંકેત છે કે, તમને કોઇ મોટી ખુશખબરી પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત, તમારા કુટુંબમાં કોઇ મંગળ કાર્ય પણ થઇ શકે છે. આમ, આ સ્વપ્નને આનંદ-મંગળનું દ્યોતક માનવામાં આવે છે.

વિઘ્નોનો અંત આવશે

વિધ્નહર્તા શ્રી ગણેશ જીવનમાં કે કાર્યોમાં નડતી બાધાઓ (Problems)ને દૂર કરે છે. આથી જ તમને ગણપતિ બાપ્પાનું સપનું આવે તો સમજી લેવું કે, તમારા જીવનમાં આવનારી અડચણો દૂર થશે. બાપ્પાની કૃપાથી તમને યોગ્ય માર્ગદર્શન મળશે અને એથી તમે જીવનના જુદા-જુદા ક્ષેત્રોમાં સફળતા (Success) મેળવી શકશો.

નવી શરુઆત તરફ ઈશારો

જો ગણપતિદાદા તમારા સ્વપ્નમાં પધારે તો આ શુભ સંકેત ગણાય છે. આનો અર્થ એ છે કે તમે નજીકના ભવિષ્યમાં કોઇ એવું કાર્ય કરશો કે, જેના વિશે તમે હંમેશાં ફક્ત વિચાર્યા જ કરતા હતા! દરેક વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન એક સ્વપ્ન અવશ્ય સેવે છે અને એને સાકાર કરવા માટે મનોમન યોજના પણ ઘડે છે. જો તમને ગણેશજીનું સપનું આવે તો એમના આશીર્વાદથી તમારી આ નવીન યોજના સફળ થવાની સંભાવનાઓ ઓર વધી જાય છે.

જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે

હિન્દુ શાસ્ત્રોમાં ગણેશજીને જ્ઞાન (Knowledge) અને બુદ્ધિ (Intelligence)ના દેવ માનવામાં આવે છે. વેદવ્યાસે જ્યારે મહાભારત જેવા મહાકાવ્યની રચના કરી હતી ત્યારે, સ્વયં ગણપતિજીએ લહિયા તરીકેની ભૂમિકા ભજવી હતી. આથી જ સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, ગણેશજી સપનામાં આવે તો એનો એવો અર્થ થાય છે કે, તમારા જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થઇ શકે છે. જો આવું સ્વપ્ન વિદ્યાર્થીને આવે તો એને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત, અધ્યાત્મના ક્ષેત્રે આગળ વધવા માગતા લોકોને દિવ્ય અલૌકિક અનુભવ થઇ શકે છે. જીવનમાં જ્ઞાન અને બુદ્ધિનું વરદાન મળતા વ્યક્તિ જીવનને સંતુલિત રીતે જીવીને સફળ થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશનું સૌથી મોટું ગણેશ મંદિર ગુજરાતના મહેમદાવાદમાં આવેલું છે, ગણેશ ઉત્સવ દરમિયાન આ મંદિરોની મુલાકાત લો

આ પણ વાંચો:ગણેશજીને દૂધથી બનેલા આ પંચ પ્રસાદ ધરાવો, બાપ્પાના પરમ આશિષ પ્રાપ્ત કરો…

આ પણ વાંચો:બુધવારે કરજો આ 5 ઉપાય, ગણેશજી દૂર કરશે તમારા તમામ વિઘ્નો