Food Recipe/ પિતૃ પક્ષમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ પાઉંભાજી…એ પણ લસણ-ડુંગળી વિના…મળશે જબરદસ્ત સ્વાદ..!

હાલ પિતૃ પક્ષ (Pitru Paksh) ચાલી રહ્યો છે અને ઘણા ઘરોમાં લસણ-ડુંગળી ખાવાનું વર્જીત માનવામાં આવે છે. અહીં તમારા માટે ખાસ Pav Bhaji Recipe લઈને…

Trending Food Lifestyle
Pav Bhaji Recipe... ડુંગળી-લસણ વિના બનાવો Super Tasty! 2 Main Ingredients વગર જાણો આ Special રેસિપી!

Food Recipe: લસણ-ડુંગળી વિના પાઉંભાજીની કલ્પના સુદ્ધાં કરવી મુશ્કેલ છે. તો અહિં તમારા માટે લસણ-ડુંગળી વિનાની પાઉંભાજી (Pav Bhaji Recipe without Onion-Garlic) બનાવવાની સરસ મજાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ..

મુંબઇનું એક મશહૂર સ્ટ્રીટ ફૂડ છે પાઉંભાજી (Pav Bhaji Recipe)….જેનું નામ સાંભળતા વેંત જ મોંમાં પાણી આવી જાય છે! હાલ પિતૃ પક્ષ (Pitru Paksh) ચાલી રહ્યો છે અને ઘણા ઘરોમાં લસણ-ડુંગળી ખાવાનું વર્જીત માનવામાં આવે છે. પણ લસણ-ડુંગળી (Onion-Garlic) વિના પાઉંભાજીની કલ્પના સુદ્ધાં કરવી મુશ્કેલ છે. તો અહિં તમારા માટે લસણ-ડુંગળી વિનાની પાઉંભાજી બનાવવાની સરસ મજાની રેસિપી દર્શાવવા જઈ રહ્યાં છીએ…તો ચાલો જાણીએ શી રીતે બનાવીશું લસણ-ડુંગળી વિનાની પાઉંભાજી?

શી રીતે બનાવશો લસણ-ડુંગળી વિનાની પાઉંભાજી? (Pav Bhaji Recipe without Onion-Garlic)

લસણ-ડુંગળી વિનાની પાઉંભાજી (Pav Bhaji Recipe) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Pav Bhaji without Onion-Garlic Ingredients
Pav Bhaji without Onion-Garlic Ingredients

 

સામગ્રી

3 બટાટા

2 ટુકડા ફુલાવર

2 કપ પાણી

4 ટમેટાં

સ્વાદાનુસાર મીઠું

4 મોટા ક્યુબ બટર

4 મોટા ચમચા તેલ

1 મોટી કશ્મીરી લાલ મરચું

2 મોટી ચમચી પાઉંભાજી મસાલો (ડુંગળા-લસણ વિનાનો)

2 નાની ચમચી કસૂરી મેથા

અડધો કપ લીલા વટાણા

1 કપ ગરમ પાણી

ગાર્નિશિંગ માટે

લીલી કોથમીર

બટર ક્યૂબ્સ

લીંબુની સ્લાઈઝ

પાઉં બન આવશ્યકતા અનુસાર

Pav Bhaji Recipe
Pav Bhaji Recipe

બનાવવાની વિધિ

1. પાઉં ભાજી બનાવવા માટે સૌપ્રથમ બટાટા, લીલા વટાણા અને ફુલાવરના ટુકડાને મીઠું નાખેલા પાણીમાં બાફી લેવા.

2. બફાયા બાદ એને સારી રીતે મૅશ કરી લેવા.

3. હવે 4 ટમેટાને સમારીને બારીક પીસીને પ્યુરી (Tomato Puree) બનાવી લેવી.

4. એક કડાઈમાં તેલ અને બટર ઉમેરો. એમાં ધીમા તાપે કસૂરી મેથી, લાલ મરચું અને પાઉંભાજી મસાલો (Pav Bhaji Masala) થોડી સેકન્ડ સુધી શેકી લો.

5. ટમેટાની પ્યુરી ઉમેરીને એને થોડો સમય સુધી સારી રીતે તેલ છૂટે ત્યાં સુધી પકાવી લો.

6. ત્યાં સુધી અન્ય કડાઇમાં મૅથ કરેલી સામગ્રીને થોડું બટર નાખીને શેકો.

7. જ્યારે ટમેટા સારી રીતે પાકી જાય એટલે એમાં આ મેશ કરેલું શેકેલું મિશ્રણ ઉમેરો. એમાં 1 ગ્લાસ પાણી ઉમેરીને હલાવીને થવા દો.

8. પાઉંભાજીની કન્સિસ્ટન્સી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો અને પછી ગૅસ બંધ કરી દો.

9. ભાજીને એક બાઉલમાં કાઢો અને એના પર ચીઝ છીણીને ઉમેરો. થોડો લીંબુનો રસ, બટર (Cheese, Lemon Juice, Butter) અને કોથમીર મિક્સ કરો.

10. હવે પાઉંને ગ્રીસ કરેલા તવા પર મૂકીને ગરમ કરો અને બટરમાં થોડી સેકન્ડ સુધી શેકી લો.

તો તૈયાર છે તમારી ડુંગળી-લસણ વિનાની પાઉંભાજી જેને તમે પિતૃપક્ષમાં પણ ખાઈ શકો છો અને બાળકો માટે બનાવી શકો છો. એને ગરમા-ગરમ સર્વ કરો.


આ પણ વાંચો: ઝટપટ પૌષ્ટિક નાસ્તો બનાવવાનો એક બહેતરીન વિકલ્પ…મોરિંગા પોડી ઈડલી…સરળ રેસિપી..!

આ પણ વાંચો:

આ પણ વાંચો: