Ahmedabad News/ રિક્ષામાંથી ગાંજાની 90 પડીકીઓ ઝડપાઈ, ડ્રાઈવર ઝડપાયો

FSL અધિકારીની પ્રાથમિક તપાસમાં મળી આવેલો પદાર્થ ગાંજો (Ganja)હોવાનું સામે આવ્યું હતું

Gujarat Ahmedabad
શહેરના વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીકથી SOG ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch)ઓટોરિક્ષામાં ગાંજા (Ganja)નો જથ્થો લઈ જતા 45 વર્ષીય ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે.

Ahmedabad News : અમદાવાદમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી તેજ કરી છે. શહેરના વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીકથી SOG ક્રાઈમ બ્રાન્ચે (SOG Crime Branch)ઓટોરિક્ષામાં ગાંજા (Ganja)નો જથ્થો લઈ જતા 45 વર્ષીય ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. આરોપીની રિક્ષામાંથી 184 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જે 90 નાની પડીકીઓ (90 Ganja Packets)માં પેક કરવામાં આવ્યો હતો.

રિક્ષામાં છુપાવ્યો હતો ગાંજો

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વાસણા એપીએમસી મેટ્રો સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ઓટોરિક્ષાને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડ્રાઈવરની સીટ નીચેથી પીળા રંગની બેગ મળી આવી હતી. બેગમાં રહેલી કાળી પ્લાસ્ટિકની થેલીમાંથી ગાંજાની 90 નાની પારદર્શક પડીકીઓ મળી આવી હતી.

184 ગ્રામ ગાંજો મળ્યો

FSL અધિકારીની પ્રાથમિક તપાસમાં મળી આવેલો પદાર્થ ગાંજો (Ganja)હોવાનું સામે આવ્યું હતું. પોલીસે જથ્થો કબજે કરીને તેનું વજન કરતાં કુલ 184 ગ્રામ (184 Gram Ganja)થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત ગાંજાની અંદાજિત કિંમત ₹9,200 છે. આ મામલે આરોપીની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

રિક્ષા અને મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહીમાં પોલીસે ગાંજા (Ganja)ઉપરાંત બે મોબાઈલ ફોન અને ઓટોરિક્ષા પણ કબજે કરી છે. બે મોબાઈલની કિંમત આશરે ₹5,500 અને રિક્ષાની કિંમત ₹50,000 ગણવામાં આવી છે. આમ, પોલીસે કુલ ₹64,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય વ્યક્તિની ભૂમિકા અંગે તપાસ

પકડાયેલા આરોપીની ઓળખ વટવા વિસ્તારમાં નૂરનગર ખાતે રહેતા મોહમ્મદ આરિફ મઝહર હુસૈન સૈયદ તરીકે થઈ છે. તપાસ દરમિયાન ફતેહવાડીના રહેવાસી ઉબેદ અમાનુલ્લાહ ખાન પઠાણનું નામ પણ સામે આવ્યું છે. ડ્રગ્સના વેચાણમાં તેની સંડોવણી અંગે પોલીસ તપાસ કરી રહી છે. ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે તે જાણવા SOG ક્રાઈમ બ્રાન્ચે તપાસ આગળ ધપાવી છે. આ મામલે NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


આ પણ વાંચો:  કપાસના ખેતરમાં ‘કાળો કારોબાર’! 666 ગાંજાના છોડ સાથે 2 કરોડથી વધુનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો:અમદાવાદમાં ગાંજાના જથ્થા સાથે આરોપી ઝડપાયો

આ પણ વાંચો: વડોદરામાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ! 65.93 ગ્રામ જથ્થા સાથે શખ્સ ઝડપાયો