World News/ વાયદો છતાં કેસ પાછા ન ખેંચાતા નેપાળમાં યુવાનોનો પ્રચંડ વિરોધ

નેપાળ (Nepal)માં Gen-Z આંદોલનના 1700 કેસોમાંથી માત્ર 300 કેસ પાછા ખેંચવાના બાલેન સરકારના નિર્ણય સામે યુવાનોમાં ભારે રોષ ફેલાયો છે. બાબુરામ રેગ્મી સમિતિની ભલામણો બાદ આ નિર્ણય લેવાયો છે.

Top Stories World
Nepal માં ફરી ભડક્યુ Gen-Z આંદોલન

World News:નેપાળ (Nepal)માં Gen-Z આંદોલનને એક વર્ષ પૂરું થતાં જ રાજકીય ગરમાવો ફરીથી ચરમસીમાએ પહોંચ્યો છે. બાલેન શાહ (Balen Shah)ની સરકારે આંદોલન દરમિયાન નોંધાયેલા 1700થી વધુ કેસોમાંથી માત્ર 300 કેસ જ પાછા ખેંચવાનો મોટો નિર્ણય લીધો છે, જેના કારણે યુવાનો અને પ્રદર્શનકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

BALAN SHAH

Gen-Z નો સરકાર સામે રોષ અને સમિતિનો અહેવાલ

Gen-Z ચળવળ દરમિયાન દેશભરમાં નાગરિકો સામે કુલ 1700 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી ફક્ત 300 કેસ જ પાછા ખેંચવામાં આવી રહ્યા છે. આ નિર્ણય નિવૃત્ત નેપાળી ન્યાયાધીશ બાબુરામ રેગ્મી (Baburam Regmi)ની આગેવાની હેઠળ રચાયેલી સમિતિની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે. સમિતિના જણાવ્યા અનુસાર, સામાન્ય વિરોધ પ્રદર્શનો માટે નોંધાયેલા કેસ પરત ખેંચી શકાય છે, પરંતુ પોલીસ કર્મચારીઓ પર હુમલા અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવા કે લૂંટવા સંબંધિત ગંભીર કેસો કાયદાકીય મર્યાદાઓને કારણે પાછા ખેંચી શકાતા નથી. સરકારના આ વલણથી આંદોલનકારી યુવાનોમાં અસંતોષ ફેલાયો છે.

NEPAL GOVERMENT

કેસ પાછા ખેંચવાની પૃષ્ઠભૂમિ અને વાયદાઓ

કેપી શર્મા ઓલીની બરતરફી પછી, સુશીલા કાર્કી (Sushila Karki)ના નેતૃત્વમાં નેપાળમાં વચગાળાની સરકાર (Interim government)ની રચના કરવામાં આવી હતી. તે સમયે કાર્કીએ પ્રદર્શનકારીઓ સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો હતો, જેના હેઠળ જન-ઝેડ આંદોલન દરમિયાન દાખલ કરાયેલા તમામ કેસ સંપૂર્ણપણે પાછા ખેંચી લેવાની ખાતરી આપવામાં આવી હતી. આ વર્ષના મે મહિનામાં, બાલેન સરકારના ગૃહમંત્રી સુદાન ગુરુંગે પણ આ કેસોને બદલાની કાર્યવાહી ગણાવીને પરત ખેંચવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હાલના મર્યાદિત નિર્ણુયે વિવાદ સર્જ્યો છે.


આ પણ વાંચો:નેપાળ પૂર હોનારત વચ્ચે મોટો ચમત્કાર; ટનલમાં ફસાયેલા 2 શ્રમિકો 9 દિવસ બાદ જીવિત મળ્યા

આ પણ વાંચો:નેપાળમાં પૂરની તબાહી વચ્ચે તિબેટમાં 5.0નો ભૂકંપ, લાપતા લોકોની આશા ધૂંધળી

આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર