nepal news/ નેપાળ પૂર હોનારત વચ્ચે મોટો ચમત્કાર; ટનલમાં ફસાયેલા 2 શ્રમિકો 9 દિવસ બાદ જીવિત મળ્યા

Nepalમાં પૂરની હોનારત વચ્ચે રસુવા અને ત્રિશૂલી હાઇડ્રોપાવર ટનલમાંથી 9 દિવસ બાદ 2 શ્રમિકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. મૃત્યુઆંક વધીને 1259 થયો છે.

Top Stories international World
Nepal

Nepal Flash Flood Update: કુદરતી આપત્તિનો સામનો કરી રહેલા નેપાળમાંથી(Nepal) એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. 26 ઓગસ્ટે આવેલી વિનાશક પૂરની હોનારત બાદ રસુવા અને ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટના કાટમાળમાં દબાયેલી ટનલમાં ફસાયેલા બે શ્રમિકોને 9 દિવસ બાદ શુક્રવારે સુરક્ષિત રીતે જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. નેપાળી સેનાના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં મળેલી આ સફળતાથી હજુ પણ ટનલ અને કાટમાળમાં ફસાયેલા અન્ય લોકો માટે આશાનું કિરણ જાગ્યું છે.

ઊર્જા અને ગૃહ મંત્રીએ બચાવની પુષ્ટિ કરી

નેપાળના(Nepal) ઊર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠ અને ગૃહ મંત્રી સૂદન ગુરુંગે બંને શ્રમિકોના સફળ બચાવની પુષ્ટિ કરી છે. ભારે કાટમાળ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે બચાવ ટીમોએ લાંબી કામગીરી બાદ બંને શ્રમિકોને બહાર કાઢ્યા હતા. 9 દિવસ સુધી ટનલમાં ફસાયા બાદ તેમનું જીવતું બહાર આવવું રેસ્ક્યૂ ટીમો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. બીજી તરફ, નેપાળમાં પૂરો અને હિમસ્ખલનના કારણે થયેલી તબાહીની ગંભીરતા સતત વધી રહી છે. રાષ્ટ્રીય આપદા જોખમ ન્યૂનીકરણ અને પ્રબંધન પ્રાધિકરણના આંકડા અનુસાર, ગુરુવાર સુધીમાં ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂરના કારણે મૃત્યુઆંક 1259 સુધી પહોંચી ગયો હતો. જ્યારે 5083 લોકો હજુ પણ લાપતા હોવાનું જણાવાયું છે.

900 હાઇડ્રોપાવર શ્રમિકો લાપતા

અહેવાલો અનુસાર, વિવિધ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા આશરે 900 શ્રમિકો હજુ લાપતા છે. તેમાંથી લગભગ 500 શ્રમિકો સુરંગોમાં ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બે શ્રમિકોના જીવતા બચાવથી અન્ય લોકોને પણ સુરક્ષિત બહાર કાઢી શકાય તેવી આશા વધી છે.

લાપતા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર

દિવસો પસાર થવા છતાં સ્વજનોની કોઈ માહિતી ન મળતા અનેક પરિવારજનો હવે નિરાશ થઈ રહ્યા છે. રસુવા જિલ્લાના પહરેબેસી ગામ સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પરિવારો દ્વારા હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા કુશા ઘાસમાંથી પૂતળાં બનાવી લાપતા સ્વજનોના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. નેપાળે આ વિનાશક આપત્તિને ‘હિમાલયન સુનામી’(Nepal)  ગણાવી છે. દરમિયાન ભારતીય ટનલ રેસ્ક્યૂ ટીમો પણ નેપાળી સેના સાથે મળીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ચિલિમે પાવર હાઉસ સહિત અન્ય ટનલોમાં સ્પેશિયલ સાધનોની મદદથી ટીમો અંદર લગભગ 100 મીટર સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.

ભારે વરસાદના કારણે રસુવા, નુવાકોટ, કાઠમંડુ અને ભક્તપુર સહિતના અનેક વિસ્તારોમાં નદીઓનું જળસ્તર વધ્યું છે. જેના કારણે પૂરનું જોખમ હજુ પણ સંપૂર્ણપણે ટળ્યું નથી. બચાવ કામગીરીની સાથે અસરગ્રસ્ત(Nepal) વિસ્તારોમાં રાહત અને સુરક્ષાની કામગીરી પણ ચાલુ રાખવામાં આવી રહી છે.


આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર

આ પણ વાંચો: નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ

આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું