World News/ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સુરક્ષા દળો પર બે હુમલા, 25 જવાનોના મોતનો BLAનો દાવો

પાકિસ્તાનના Balochistan માં સુરક્ષા દળો પર થયેલા બે મોટા હુમલામાં ૨૫ જવાનો માર્યા ગયા હોવાનો દાવો BLA દ્વારા કરવામાં આવ્યો છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories international World
Balochistan

Baloch Liberation Army BLA Attack Pakistan Army: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં(Balochistan) પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોને નિશાન બનાવીને બે મોટા હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બંને હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી એટલે કે BLAએ સ્વીકારી છે. સંગઠને દાવો કર્યો છે કે 3 સપ્ટેમ્બરે કરવામાં આવેલા આ હુમલાઓમાં પાકિસ્તાની સુરક્ષા દળોના કુલ 25 જવાનો માર્યા ગયા છે. જોકે, આ દાવાની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

સેનાના કાફલાને બનાવાયો નિશાન

BLAના દાવા પ્રમાણે, પહેલો હુમલો ઝિયારત ક્રોસ નજીક પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. સંગઠનનો દાવો છે કે હુમલામાં કાફલાના બે વાહનો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને તેમાં સવાર 18 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા. આ હુમલામાં BLAની ‘ફતેહ સ્ક્વોડ’ સામેલ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. બીજો હુમલો સુરાબના હાજીકા વિસ્તારમાં થયો હોવાનું BLAએ જણાવ્યું છે. સંગઠનના જણાવ્યા અનુસાર, અહીં રિમોટ કંટ્રોલથી સંચાલિત વાહનમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 7 સુરક્ષાકર્મીઓના મોત થયાનો દાવો કરવામાં આવ્યો છે. બંને હુમલામાં મળીને 25 જવાનોને ઠાર કર્યાનો દાવો BLA દ્વારા કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની સેનાએ હજુ પુષ્ટિ કરી નથી

BLAના આ દાવા વચ્ચે પાકિસ્તાની(Balochistan) સેના અથવા સુરક્ષા અધિકારીઓ તરફથી 25 જવાનોના મોત અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. આ ઉપરાંત કોઈ સ્વતંત્ર સ્ત્રોતે પણ હાલ સુધી આ આંકડાની પુષ્ટિ કરી નથી. તેથી હુમલામાં થયેલી વાસ્તવિક જાનહાનિ અંગે સ્થિતિ સ્પષ્ટ નથી.

Balochistanમાં હિંસા યથાવત

બલૂચિસ્તાનમાં(Balochistan) BLA લાંબા સમયથી પાકિસ્તાની સરકાર અને સુરક્ષા દળો વિરુદ્ધ સશસ્ત્ર અભિયાન ચલાવી રહ્યું છે. સંગઠન અગાઉ પણ સુરક્ષા દળો અને સરકારી પ્રતિષ્ઠાનોને નિશાન બનાવીને અનેક હુમલાઓની જવાબદારી લઈ ચૂક્યું છે. ઓગસ્ટ 2026 દરમિયાન BLAએ 9થી 15 ઓગસ્ટ વચ્ચે 22 હુમલા કરીને 26 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત મસ્તુંગ નજીક IED વિસ્ફોટમાં 13 સૈનિકોના મોત અને જુલાઈમાં ગ્વાદર કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલામાં 30થી વધુ જવાનોને ઠાર કર્યાના દાવા પણ સંગઠન દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે, આ અગાઉના દાવાઓની પણ સ્વતંત્ર પુષ્ટિ અંગે મર્યાદિત માહિતી ઉપલબ્ધ છે.


આ પણ વાંચો: નેપાળમાં પૂરની તબાહી વચ્ચે તિબેટમાં 5.0નો ભૂકંપ, લાપતા લોકોની આશા ધૂંધળી

આ પણ વાંચો:વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ તૂર્કિયેનો બદલાયો સૂર, ભારત સાથે સંબંધો સુધારવા તૈયાર!