nepal news/ વિનાશક પૂર-ભૂસ્ખલનથી નેપાળમાં તારાજી, 1200થી વધુનાં મોત અને 4000થી વધુ લાપતા

Nepal અને તિબેટ સરહદે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 1200થી વધુ લોકોના મોત થયા છે અને 4000થી વધુ લાપતા છે. જાણો વિગતવાર અહેવાલ.

international Top Stories World
Nepal

Nepal Flash Flood: નેપાળ-તિબેટ સરહદ નજીક આવેલા વિસ્તારોમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 1200થી વધુ લોકોનાં મોત થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે 4000થી વધુ લોકો હજુ લાપતા હોવાનું જણાવાઈ રહ્યું છે. કાટમાળમાં દટાયેલા લોકોને શોધવા માટે નેપાળી સેના, પોલીસ અને સ્થાનિક લોકો સતત બચાવ અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. જોકે અનેક વિસ્તારોમાં રસ્તાઓ અને સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ જતાં રાહત કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.

હોસ્પિટલ બહાર લાપતા લોકોના ફોટા

રાજધાની કાઠમંડુની ત્રિભુવન હોસ્પિટલ બહાર હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લાપતા લોકોના ફોટોગ્રાફ્સ હોસ્પિટલની આસપાસ દીવાલો અને દોરડા પર લગાવવામાં આવ્યા છે, જેથી સ્વજનો પોતાના પરિવારજનોને ઓળખી શકે. પૂર બાદ એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. ત્રિભુવન હોસ્પિટલમાં જ મોટી સંખ્યામાં અજાણ્યા મૃતદેહો રાખવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

DNA માટે મૃતદેહોને નંબર આપી દફનાવાયા

Nepalમાં મોટા ભાગની વસ્તી હિંદુ ધર્મને અનુસરતી હોવાથી સામાન્ય રીતે અંતિમ સંસ્કાર અગ્નિદાહથી કરવામાં આવે છે. જોકે રોગચાળો અને ચેપ ફેલાવાનો ખતરો ટાળવા કેટલાક વિસ્તારોમાં અજાણ્યા મૃતદેહોને અસ્થાયી રીતે દફનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભવિષ્યમાં DNA ટેસ્ટ દ્વારા ઓળખ થઈ શકે તે માટે કેટલાક મૃતદેહોને ઊંડા ખાડામાં દફનાવીને નંબર આપવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી બાદમાં પરિવારજનો સાથે મૃતદેહોની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.

બીજી તરફ, જે લોકોના સ્વજનો હજુ સુધી મળ્યા નથી, તેમના પરિવારોએ પણ કડવી વાસ્તવિકતા સ્વીકારવાનું શરૂ કર્યું છે. કેટલાક વિસ્તારોમાં કુશા ઘાસના પૂતળા બનાવીને સાંકેતિક અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

Nepalએ ઉઠાવ્યો ‘ક્લાઇમેટ જસ્ટિસ’નો મુદ્દો

આ વિનાશ વચ્ચે નેપાળે(Nepal) વૈશ્વિક મંચ પર આબોહવાકીય ન્યાય એટલે કે ‘ક્લાઇમેટ જસ્ટિસ’ની માગ વધુ મજબૂત કરી છે. નેપાળના(Nepal) વિદેશ મંત્રી શિશિર ખનાલે કહ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે કે તેમનો દેશ એવા વૈશ્વિક આબોહવા સંકટની ભારે કિંમત ચૂકવી રહ્યો છે, જેના સર્જનમાં નેપાળનો ફાળો ખૂબ જ નાનો છે. નેપાળે વિકસિત અને વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશો પાસેથી આબોહવા પરિવર્તન સામે વધુ જવાબદારી અને સહાયની માગ કરી છે. દેશનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે કુદરતી આફતોનું જોખમ વધી રહ્યું છે અને તેનો સૌથી વધુ માર નબળા દેશોને સહન કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો:નેપાળે આર્થિક મદદ નહીં, ક્લાઇમેટ ચેન્જ બદલ માંગ્યું વળતર; પૂરની તબાહીમાં મૃત્યુઆંક હજાર પાર

આ પણ વાંચો: નેપાળમાં પૂર પૂર્વે ચેતવણી આપવામાં કેમ થઈ ચૂક? પ્રશાસનની કામગીરી સામે વિપક્ષ અને જનતાનો રોષ

આ પણ વાંચો: નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું