World News/ નેપાળમાં પૂર બાદ નવી આફતનો ખતરો, ચીને કહ્યું: ક્યારે પણ તૂટી શકે છે ખતરનાક ઝરણું

Nepal માં પૂરની તબાહી વચ્ચે લ્હેંડે નદીના ઉપલા પ્રવાહમાં બનેલી કુત્રિમ ઝીલ ગમે ત્યારે તૂટવાની આશંકા છે. ચીને આ અંગે નેપાળ સરકારને સાવચેત કરી છે. જાણો વિગતો.

Top Stories World
Nepal

New crisis amid Nepal flood disaster:  નેપાળમાં વિનાશક પૂરથી થયેલી તબાહી હજુ શમી નથી ત્યાં હવે એક નવો ખતરો સામે આવ્યો છે. ચીને નેપાળને(Nepal) ચેતવણી આપી છે કે લેન્ડે નદી તંત્રના ઉપરવાસમાં બનેલી એક કુદરતી ઝીલ કોઈપણ સમયે તૂટી શકે છે. ચીનના જણાવ્યા અનુસાર ઝીલના પાણીનો રંગ સતત ઘેરો થઈ રહ્યો છે, જેને સંભવિત જોખમના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ઝીલ આ અઠવાડિયે નેપાળ અને તિબેટમાં આવેલા ભયાનક ફ્લેશ ફ્લડ બાદ બની હોવાનું જણાવવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ગ્લેશિયર તૂટવાના કારણે મોટી માત્રામાં કાદવ અને પથ્થરો નીચે તરફ ધસી આવ્યા હતા. આ પથ્થરો નદીના પ્રવાહમાં જમા થતાં કુદરતી બંધ જેવી સ્થિતિ સર્જાઈ અને તેની પાછળ પાણી ભરાતાં નવી ઝીલનું નિર્માણ થયું.

બે નદીઓના સંગમ પાસે ખતરનાક સ્થિતિ

આ કુદરતી ઝીલ ચીન તરફની ચોચેન નદી અને નેપાળ(Nepal) તરફની પુરેપુ નદીના સંગમની નજીક હોવાનું જણાવવામાં આવ્યું છે. ચીનના જળ સંસાધન વિભાગ અનુસાર ઝીલમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું. શુક્રવાર સુધીમાં તેમાં અંદાજે 25 લાખ ઘન મીટર પાણી એકત્ર થઈ ગયું હોવાનું જણાવાયું છે. જોખમને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. ચીન દ્વારા ડ્રોન અને સેટેલાઇટની મદદથી પણ સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.

Nepal

ઝીલ તૂટશે તો કેટલું પાણી આવશે?

ચીને સંભવિત નુકસાનનો અંદાજ લગાવવા માટે પૂરનું મોડેલ તૈયાર કર્યું છે. તેના અનુમાન પ્રમાણે જો કુદરતી બંધ તૂટે તો નદીમાં પાણીનો પ્રવાહ મહત્તમ 500 ઘન મીટર પ્રતિ સેકન્ડ સુધી પહોંચી શકે છે. જોકે ચીનના પ્રાથમિક આકલન મુજબ બંધનો કેટલોક ભાગ તૂટે તો પણ પાણી નદીના પ્રવાહ વિસ્તારમાં જ રહેવાની શક્યતા છે. તેમ છતાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં જોખમ ઊભું થઈ શકે છે.

Nepal માટે એક પછી એક પડકાર

ચીનના જણાવ્યા મુજબ ઝીલનું પાણી લેન્ડે ખોલા અને ત્રિશૂલી નદી તરફ વહેવાનું શરૂ થયું હતું. સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ નેપાળમાં(Nepal) ચિંતા યથાવત છે. તાજેતરના ફ્લેશ ફ્લડમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ છે અને લોકો હજુ પણ તેના આઘાતમાંથી બહાર આવ્યા નથી. આવી સ્થિતિમાં ઉપરવાસમાં બનેલી આ નવી ઝીલ પ્રશાસન માટે વધુ એક મોટો પડકાર બની છે. હવે તમામની નજર એ વાત પર છે કે કુદરતી બંધ સ્થિર રહે છે કે પાણીનો અચાનક પ્રવાહ ફરી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરે છે.


આ પણ વાંચો: સિંધુ જળ સંધિ પર ભારત અડગ, પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અપીલથી વધી ગરમાવો

આ પણ વાંચો: તિબેટમાં પૂરથી તબાહી; લાખો લોકો લાપતા છતાં ચીને દુનિયાથી છુપાવ્યા મોત અને નુકસાનના આંકડા

આ પણ વાંચો: નેપાળે વિદેશી બચાવ મદદ અંગે બદલ્યો નિર્ણય, હવે ફોરેન્સિક તપાસમાં લેશે આંતરરાષ્ટ્રીય સહાય