દિલ્લી,
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી તેમજ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જોડીનો સામનો કરવા ,માટે વિપક્ષી પાર્ટીઓ રાજધાની દિલ્લીમાં ખાસ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા થર્ડ ફ્રંટની સંભાવનાને સાકાર કરવાના ઈરાદાથી દિલ્લીમાં ધામા નાખ્યા છે.
West Bengal CM Mamata Banerjee met Shiv Sena MP Sanjay Raut in #Delhi. pic.twitter.com/vfofyHGgxZ
— ANI (@ANI) March 27, 2018
મંગળવારે મમતા બેનર્જીએ થર્ડ ફ્રંટ અંગે રણનીતિ બનાવવા સંસદના સેન્ટ્રલ હોલમાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક યોજી હતી. TMC પ્રમુખે શિવસેનાના નેતા સંજય રાઉત, NCPના પ્રમુખ શરદ પવાર, સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવ, બીજેડી સાંસદ પીનાકી મિશ્રા, DMK નેતા કનીમોઝી, TDPના નેતા વાઈ એસ ચૌધરી અને રામ મોહન નાયડુ સાથે બેઠક યોજી હતી.
West Bengal Chief Minister Mamata Banerjee met NCP Chief Sharad Pawar in Delhi pic.twitter.com/WHqJfA7MW0
— ANI (@ANI) March 27, 2018
આ દરમિયાન મમતા બેનર્જીએ DMK નેતા કનિમોઝીએ કહ્યું હતું કે, “ડીએમકે સત્તામાં આવી રહી છે અને આ માટે પૂરું સમર્થન છે”.
Delhi: West Bengal CM Mamata Banerjee met RJD MP Misa Bharti in Parliament pic.twitter.com/lqEJVU1riF
— ANI (@ANI) March 27, 2018
આ ઉપરાંત RJD સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પુત્રી મિસા ભારતી, જે પી યાદવ, જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા આ મુલાકાતને લઈને કોઈ સંકેત આપવામાં આવ્યા નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી આ થર્ડ ફ્રન્ટમાં શામેલ થઇ શકે છે.
When political people meet then of course they will discuss politics, there is nothing to hide in that. The Lok Sabha election of 2019 will certainly be very interesting: West Bengal CM Mamata Banerjee after meeting leaders of NCP, Shiv Sena & RJD pic.twitter.com/V3zBZudP7U
— ANI (@ANI) March 27, 2018
NCP નેતા શરદ પવાર, શિવસેના તેમજ RJDના નેતાઓ સાથેની મુલાકાત બાદ TMCના પ્રમુખ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે માંડીને રાજકારણ અંગેની વાતચીત માટે આ મુલાકાત યોજવામાં આવી હતી અને આ મુલાકાત પાછળ કઈ પણ છુપાવા જેવું નથી. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી સૌથી રસપ્રદ રહેવાની છે.
મહત્વનું છે કે, વિપક્ષી પાર્ટીઓને એકજૂથ કરવાની આ પહેલ એ સમયે થઇ રહી છે જ્યારે સંસદમાં NDAના ગઠબંધનમાંથી અલગ થયા બાદ ટીડીપી, કૉંગ્રેસ સહિત ૯ પક્ષોએ મોદી સરકારની વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી નોન-બીજેપી, નોન-કૉંગ્રેસી થર્ડ ફ્રન્ટ ઉભું કરવા માંગે છે અને આ માટે તેઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ જ સંકેત આપ્યા હતાં કે તેઓ રાહુલના નેતૃત્વવાળી કૉંગ્રેસના આધીન રહેવા માંગતા નથી.
