Not Set/ લોકસભા ચૂંટણી 2019 – યુપી પર હશે કોનો કબજો? જાણો શું કહે છે દરેક બેઠકનું ગણિત

મંતવ્ય ન્યૂઝ, ઉત્તર પ્રદેશમાં બે મુખ્ય વિપક્ષી નેતા અખિલેશ યાદવ અને મયાવતીની સાથે ચૂંટણી લડવાને લીધે યુપીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.કેમ કે 2014માં એવી ઘણી સીટો હતી જ્યા બન્ને પાર્ટીઓના કુલ મત જીતનારા ઉમેદવારોથી વધુ હતા.જાણીએ એવી કઈ મહત્વની બેઠકો છે જેના પર તમામ પાર્ટીઓની નજર છે.. વસ્તીના આધારે ઉત્તર પ્રદેશ દેશનો સૌથી મોટું […]

Top Stories

મંતવ્ય ન્યૂઝ,

ઉત્તર પ્રદેશમાં બે મુખ્ય વિપક્ષી નેતા અખિલેશ યાદવ અને મયાવતીની સાથે ચૂંટણી લડવાને લીધે યુપીના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે.કેમ કે 2014માં એવી ઘણી સીટો હતી જ્યા બન્ને પાર્ટીઓના કુલ મત જીતનારા ઉમેદવારોથી વધુ હતા.જાણીએ એવી કઈ મહત્વની બેઠકો છે જેના પર તમામ પાર્ટીઓની નજર છે..

વસ્તીના આધારે ઉત્તર પ્રદેશ દેશનો સૌથી મોટું રાજ્ય છે. રાજ્યની રાજધાની સાથે લખનૌ પણ સૌથી મોટું શહેર છે. રાજ્યમાં 80 લોકસભા મતવિસ્તાર છે, જે દેશમાં સૌથી વધુ છે. એટલા માટે દેશનું રાજકારણ, ખાસ કરીને કેન્દ્રની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. 17 મી લોકસભાની ચૂંટણીઓના કિસ્સામાં, રાજ્યના મહત્વને સરળતાથી સમજી શકાય છે. રાજ્ય વિધાનસભામાં સભ્યો છે આ સમયે યોગી આદિત્યનાથની આગેવાની હેઠળ, રાજ્યમાં ભાજપ સરકાર છે. મુલાયમ સિંહ અને તેમના પુત્ર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ અને ચૌધરી અજિત સિંહની રાષ્ટ્રીય લોક દળ પણ રાજ્યના મહત્વના રાજકીય પક્ષો છે. આ સાથે મહત્વપૂર્ણ બેઠકો અને આ બેઠકો પરના ઉમેદવારો વિશે વાત કરીએ તો મહત્વની બેઠક વારાણસી આવે છે.

1- વારાણસી

1991 માં પ્રથમ વખત, ભાજપના શિરિશ ચંદ્ર દીક્ષિતે 41% મત મેળવ્યા

2009માં ભાજપના  વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી અહીંથી સાંસદ બન્યા

2014માં નરેન્દ્રમોદી અ વારાણસીથી પહોચ્યા દિલ્હી

વારાણસીથી ફરી પીએમ મોદી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે અજય રાયને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ બેઠક પર છેલ્લી થોડી લોકસભા ચૂંટણીથી ભાજપના કબ્જામાં આવી રહી છે. 1991 માં પ્રથમ વખત, ભાજપના શિરિશ ચંદ્ર દીક્ષિતે 41% મત મેળવ્યા. ત્યારબાદ આગામી ત્રણ લોકસભાની ચૂંટણીમાં, શંકર પ્રસાદ જયસ્વાલે મોટા માર્જિનથી જીતતા રહ્યા હતા.. પરંતુ એકવાર 2004 માં કૉંગ્રેસના રાજેશ કુમાર મિશ્રાએ શંકર પ્રસાદ જયસ્વાલને હરાવ્યા હતા.પછી 2009 માં, વરિષ્ઠ ભાજપના નેતા મુરલી મનોહર જોશી અહીંથી સાંસદ બન્યા હતા.2014 માં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને પાંચ લાખથી વધુ મતો મેળવ્યા હતા. તે સમયે સપા, બસપા અને કોંગ્રેસના કુલ ઉમેદવારોના કુલ મતો પણ બે લાખ ન હતા. ભાજપને મત આપવા માટે આ વિસ્તારમાં આશરે 2.5 લાખ બ્રાહ્મણો અને 1.5 લાખ ખેતી કામ કરનારા..(ભુમિહાર) મતદારો છે. તે જ સમયે, અપના દળની પાર્ટી ભાજપ સાથે છે..તેની પાસે પણ આશરે 1.5 લાખ લોકોના મતોની પણ આશા છે. બીજી બાજુ કોંગ્રેસને એસપી-બીએસપી ગઠબંધનથી દૂર રાખવામા આવી છે, તેથી ત્રણ લાખ મુસ્લિમ અને યાદવ મતદારોના મત અહી વિભાજિત થવાની શક્યતા રહેલી છે.

2-રામપુર-

50% થી વધુ મુસ્લિમ મતદારો

આઝમખાન અને જયાપ્રદા વચ્ચે કાંટાની ટક્કર

આ બેઠકમાં 50% થી વધુ મુસ્લિમ મતદારો છે. આ વિસ્તાર એસપી નેતા આઝમ ખાનનો ગઢ  માનવામાં આવે છે, પરંતુ 2014 માં, ભાજપના નેપાળ સિંહ અહીંથી સંસદના સભ્ય રહ્યા છે. આ વખતે, એસપીએ આઝમ ખાનને અહીંથી ટિકિટ આપી છે. આ બેઠક પર સ્પર્ધા રસપ્રદ છે કારણ કે જયા પ્રદા આ વખતે ભાજપ ટિકિટથી આ ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટી વતી 2004 અને 2009 માં જય પ્રદા સાસંદ ચૂંટાયા હતા.  વર્ષ 1952 માં આ બેઠક પરથી કોંગ્રેસના નેતા ડૉ. અબુલ કલામ આઝાદ જીત્યા હતા. આ બેઠક પર મોટા ભાગે કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતી હતી. કોંગ્રેસના જુલ્ફિકાર અલી ખાન સતત અહીંથી ત્રણ ચૂંટણીઓ જીત્યા છે અને પાંચ વખત સાંસદ રહ્યા હતા…

આ લોકસભા મતક્ષેત્રમાં કુલ 5 વિધાનસભાની બેઠકો છે..જેમાં ચમરૌઆ, સુઆર, રામપુર,  મિલક અને બિલાસપુર છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં  બીલાસપુર અને મિલક બેઠક ભાજપે જીતી હતી.. અને અન્ય ત્રણ બેઠકો  પર સમાજવાદી પાર્ટી જીતી હતી. પરંતુ હાલના સમીકરણને જોતા આ વખતે, આ લોકસભા બેઠક પર સપા બસપા ગઠબંધન માટે સારી તક હોઈ શકે છે

3- નગીના

અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક

મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર

 મુસ્લિમ મતદારો 50 ટકાથી વધુ

લગભગ 21 ટકા મતદારો અનુસૂચિત જાતિના

એવી અટકળો હતી કે આ વખતે માયાવતી આ લોકસભાના મતવિસ્તારથી  ચૂંટણી લડશે, પરંતુ તેમણે આ વખતચૂંટણી ન લડવાનુ કહી દરેકને આશ્ચર્યમાં મુકી દીધા..હાલમાં, બસપાના કોઈ  સાંસદ લોકસભામાં નથી. આ વખતે, બીએસપીએ ગિરિશ ચંદ્રને ચૂંટણમી મેદાનમાં ઉતાર્યા છે.  ગિરીશ ચંદ્ર બસપાના જુના અને વરિષ્ઠ  નેતા છે, ગિરિશ ચંદ્રને પશ્ચિમ ઉત્તરપ્રદેશના ચૂંટણી પ્રભારી  બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસે નગીના સીટથી એમવતી જાટવને પોતાના ઉમેદાવર તરિકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે..તો ભાજપે ડો.યશવંત સિંહને આ બેઠક પરથી બસપા અને કોંગ્રેસ સામે ઉતાર્યા છે.

વર્ષ 2009 માં નાગિનામાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને તે અનુસૂચિત જાતિ માટે આરક્ષિત બેઠક છે. સપાના યશવીર સિંહ ભારતી 2009માં જીત્યા હતા. ત્યાર બાદ 2014 માં, આ બેઠક ભાજપના યશવંત સિંહને મળી હતી. આ એક મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને લગભગ 21 ટકા મતદારો અનુસૂચિત જાતિના છે. જો આ વિસ્તારમાં આવેલી વિધાનસભાની મતવિસ્તારની ગણતરી કરીએ તો બધી 5 બેઠકો પર મુસ્લિમ મતદારો 50 ટકાથી વધુ છે…

4-ગાઝિયાબાદ

આ લોકસભા બેઠક 2009માં અસ્તિત્વમાં આવી

2014માં ભાજપના વી.કે. સિંહે કોંગ્રેસના રાજ બબ્બરને હરાવ્યા

આ લોકસભા બેઠક પાર્ટિશન બાદ 2009માં  અસ્તિત્વમાં આવી હતી. સપા- બસપા ગઠબંધને સપાના સુરેન્દ્ર કુમારને આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે..તો કોંગ્રેસે ડોલી શર્માને અને ભાજપે વીકે સિંહને આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. આપને જણાવી દઈએ કે રાજનાથ સિંહ 2009 માં અહીંથી સંસદના સભ્ય રહ્યા છે. 2014માં ભાજપે વી.કે. સિંહને આ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા..અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે રાજ બબ્બરને વી.કે સીંહ સામે ઉતાર્યા ..વીકે સિંહે રાજ બબ્બરને લગભગ 5 લાખ મતોના તફાવતથી હરાવ્યા હતા. બીજેપીએ વી.કે સિંહને ફરીથી તક આપી દીધી છે. કોંગ્રેસ 30 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં 2014 માં તેના ઉમેદવારને એક લાખ કરતા  વધુ મતો મળ્યા હતા. ગાઝિયાબાદ પણ  તે બેઠકોમાં સામેલ છે જ્યાં 2014માં રાજ બબ્બરને 1 લાખ 91 હજાર મત મળ્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસે આ બેઠક સીધી રીતે ડોલી શર્માને આપી દીધી છે.

5-લખનૌ અટલ બિહારી વાજપેયી આ બેઠક પરથી અનેક વખત જીત્યાં

 ભાજપે ફરી થી રાજનાથ સિંહને ચૂંટણી જંગમાં ઉતાર્યા

સપામાંથી શત્રુધ્ન સિંહાની પત્ની પુનમ સિન્હા મેદાનમાં

લખનૌ બેઠક પર થી સપાએ પોતાના ઉમેદવાર તરીકે શત્રુધ્ન સિંહાની પત્ની પુનમ સિંન્હાને ચૂંટમી મેદાનમાં ઉતાર્યા છે..કોંગ્રેસે આ બેઠક પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને ઉતાર્યા તો બીજેપીએ ફરી થી ગૃહમંત્રી રાજનાથ સિંહને  સપા અને કોંગ્રેસના ઉમેદવારો સામે ચૂંટણી જંગ ઉતાર્યા છે..

લખનૌ ઉત્તર પ્રદેશની રાજધાની હોવાથી આ એક મહત્વપૂર્ણ બેઠક છે. 2014 માં આ બેઠક પરથી ગૃહમંત્રી રાજનાથ સિંહ ચૂંટણી લડ્યા અને જીત્યા.. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, 1951 થી 2004 સુધી આઠ વખત આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા…અને 5 વખત જીત્યા હતા. આ બેઠકથી સૌથી મોટી જીત ભારતીય લોક દળ પાર્ટીના હેમવતી નંદન બહુગુણાને 1977 મળી હતી.. ત્યારે તેમણે 72.99% મત મેળવ્યા હતા. લખનૌ બેઠક પર 1991 થી ભાજપ પાર્ટીનો જ  કબજો રહ્યો છે.પ્રિયંકા ગાંધીએ અહીંથી રોડ શો દ્વારા તેમની રાજકીય ઇનિંગ શરૂ કરી છે…

6- મૈનપુરી

સમાજવાદી પાર્ટીનો ગઢ  ગણવામાં આવે છે

1991થી  1998 સુધી મૈનપુરી બેઠક પર ભાજપનો કબજો હતો..

2009 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરે ચૂંટણી જીતી હતી

ઉત્તરપ્રદેશની મેનપુરી લોકસભા બેઠક રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2014 ની લોકસભા ચૂંટણીમાં, એસપીના તેજપ્રતાપ સિંહે જીત મેળવ્યા હતા.. તેમને 6,53,686 મત મળ્યા. જ્યારે બીજેપીના ઉમેદવાર પ્રેમ સિંહ 3,32,537 મત સાથે બીજા નંબર પર રહ્યા હતા.. ફિરોઝબાદની જેમ, આ સંસદીય મતવિસ્તારને પણ સમાજવાદી પાર્ટીના ગઢ તરીકે પણ ગણવામાં આવે છે. 1991 ની ચૂંટણીઓમાં, ભાજપના પ્રભુદાલ અહીં જીત્યા હતા. આ પછી, પ્રભુદયાલ 1996 અને 1998 ની ચૂંટણીઓમાં આ બેઠકના કબજામાં હતા,

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતા આ વિસ્તારમાં  યાદવ સમુદાયને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. આ બેઠક હેઠળ, વિધાનસભાની 5 બેઠકો આવે છે.કેટલાક દાયકાઓથી સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતી બેઠક પર ભાજપે આ વખતે  પ્રેમ સિંહ શાક્યને મુલાયમ સિંહના સામે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે..લોકસભા ચૂંટણી 2019ની આ સ્પર્ધા ખુબજ રસપ્રદ છે કારણ કે મુલાયમ સિંહના જુના દુશ્મન ગણાતી બીએસપી ચીફ માયાવતીએ અહીં પોતે મુલાયમ સિંહ યાદવ માટે મત માગી હતી..

7-મથુરા

 મથુરા માનવામાં આવે છે વીઆઇપી બેઠક

કૉંગ્રેસ પાર્ટીએ 1962 થી 1977 સુધી સતત ત્રણ વખત જીત મેળવી હતી

ભાજપે લોકસભાની ચૂંટણીઓમાં 1991, 1996, 1998 અને 1999 માં ચૂંટણી જીતી

2019માં ફરી એક વાર ભાજપે  હેમા માલિનીને આપી મથુરાથી લડવાની તક

ભગવાન કૃષ્ણના શહેર મથુરાને રાજકીય ઇતિહાસમાં પણ એક વીઆઇપી બેઠક માનવામાં આવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં, ભાજપે  બોલીવૂડની અભિનેત્રી હેમા માલિનીને આ બેઠક થી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.. તે પછી આ બેઠક હાઇફ્રોફાઇલ માનવામાં આવતી હતી. આ સીટના ઇતિહાસની વાત કરીએ તો , આ બેઠક પર પ્રારંભિક ચૂંટણીઓમાં  કૉંગ્રેસનું પ્રભુત્વ  હતું, પરંતુ છેલ્લા બે દાયકાઓમાં, ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ અહીં વધ્યું છે…મથુરા લોકસભા બેઠક પર , કૉંગ્રેસ પાર્ટીએ 1962 થી 1977 સુધી સતત ત્રણ વખત જીત મેળવી હતી… 1977માં સત્તા વિરોધી લહેરમાં કોંગ્રેસને હાર મળી અને ભારતીય લોક દળ જીતી ગયું. 1984માં, કોંગ્રેસે ફરીથી અહીંથી મજબૂત વિજય મેળવ્યો. આ જીત સાથએ કોંગ્રેસ માટે લાંબો વનવાસ શરૂ થઈ ગયો..ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીઓમાં 1991, 1996, 1998 અને 1999 માં ચૂંટણી જીતી હતી. જો કે, 2004 માં, કોંગ્રેસના મનવેન્દ્ર સિંહ  બેઠક પરથી વાપસી કર્યા (પાછા ફર્યા). પરંતુ 2014 ની મોદી લહેરમાં અભિનેત્રી હેમા માલિનીએ 50 ટકાથી વધુ મતો જીત્યા હતા.

8- અમેઠી અને રાયબરેલી

બન્ને હાઇ પ્રોફાઇલ સંસદીય બેઠકો

ઈન્દીરા અને રાજીવ ગાંધીની પરપંરાગત સીટો

રાહુલ રાંધીની સ્મૃતિ ઈરાની સામે ટક્કર

અમીઠી અને રાયબરેલી! બે હાઇ પ્રોફાઇલ સંસદીય બેઠકો, જેમ કે સમાન પરિવારમાં પરિણીત બે સગી બહેનો. કેમ ના હોય આખરે આ બન્ને બેઠકોના સંબંધ , દેશના સૌથી વધુ પ્રતિષ્ઠિત ગાંધી-નેહરુ પરિવાર સાથે છે.. આ બન્ને બોઠકોએ દેશને વડા પ્રધાન આપ્યા છે. અમેઠી અને રાયબરેલી એ ઈન્દીરા અને રાજીવ ગાંધીની પરપંરાગત સીટો હતી…તે સમય રાયબરેલી અને અમેઠીમાં ઘણાં કામ કરવામાં આવ્યું હતું. મોટી ફેક્ટરીઓ શરૂ થઈ, સંસ્થાઓ શરૂ થઈ.બન્નો બેઠકો એક વિકાસના રસ્તાપર ચાલવા માંડી હતી.. પરંતુ હવે સૌથી કમ વિકાસ આ જ બેઠકોમાં જોવા મળે છે..યુપીના તમામ શહેરો કરતા આ બન્ને શહેરમાં વિકાસ દુર દુર સુધી જોવા નથી મળતો..

1999માં રાજીવ ગાંધીના વિરાસત સંભાળવા સોનિયા ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને સોનિયાને અમેઠીમાં જોઈ ત્યાના લોકો પણ રાજીવ ગાંધીને યાદ કરી સોનિયાને ભરપુર સમર્થન આપ્યા..લોકોના પ્યાર અને સમર્થનથી  સોનિયાએ ભારે મતોથી  અમેઠી પર જીત મેળવી હતી..ત્યાર બાદ 2004માં રાહુલ ગાંધી માટે આ સીટ છોડી સોનિયા ઈન્દિરા ગાંધીની વિરાસત સંભાળવા રાયબરેલી પહોચી ગઈ…તે સમયથીજ અમેઠી અને રાયબરેલી બેઠકો પર  કોંગ્રેસનો કબજો છે.. આ વખતે અમેઠી થી ફરી વાર રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અને ભાજપે તેમની સામે ફરીથી સ્મૃતિ ઈરાનીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે..બન્ને વચ્ચે કાટાની ટ્ક્ર જોવા મળી રહી છે.. બીજી બાજુ રાયબરેલી થી ફરી સોનિયા ગાંધી આ બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે..અને તેમની સામે ભાજપે દિનેશ પ્રતાપ સિંહને ઉતાર્યા છે..પરંતુ આ વખત  રાહુલ અને સોનિયા ગાંધીના જીત મેળવવા મુશ્કેલ છે..કારણ કે અમેઠી અને રાયબરેલીમાં વિકાસ ન થતા તેમજ લોકોના સમસ્યાઓને નિરાકરણ ન આવતા લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે..તો સાથે જ માં અને ભાઈને સમર્થન આપવા પ્રિંયકા ગાંઘી પણ ગામ ગામ ફરી રહ્યા છે..ખેડુતો અને ગરીબ લોકોથી મળીને તેમજ જનસભાઓ સંબોધિને લોકોને લુભાવવામાં લાગી ગયા છે. આ બન્ને બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ રસપ્રદ રહેશે…

9 આઝમગઢ

 આજમગઢ બેઠક પર લાંબા સમય સુઘી કોંગ્રેસ અને ભાજપે રાજ કર્યુ

2014માં મોદી લહેર હોવા છંતા આ બેઠક પર સપાની જીત થઈ હતી

અખિલેશ યાદવ સામે અભિનેતા દિનેશલાલ યાદવ મેદનમાં

ઉત્તર પ્રદેશમાં સૌથી ચર્ચા સ્પદ કોઈ બેઠક છે.તો એ આજમગઢ છે…એની પાછળનો કારણ એ છે કે આજમગઢ બેઠક પર લાંબા સમય સુઘી કોંગ્રેસ અને ભાજપે રાજ કર્યા છે..અને હવે સમાજવાદી પાર્ટીની લહેર છે..આનો તાજા અને ખાસ ઉહાહરણ 2014ની લોકસભાની ચૂંટણી છે …મોદી લહેર હોવા છંતા આ બેઠક પર સમાજવાદી પાર્ટીની જીત થઈ હતી…તેમજ આ બેઠકે મુલાયમ સિંહને લોકસભા ચૂંટણી જીતાડી દિલ્લી સુધી પહોચાડી હતી… આવામાં હવે સમાજવાદી પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં બીજા કોઈને નહી મપલાયમ સિંહના પુત્ર અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને આ બેઠકથી ચૂંટમી મેદાનમાં ઉતાર્યા છે..અખિલાશ સામે મજબુત ઉમેદવાર ઉતારવા ભાજપે રામાકાંત યાદવની ટિકિટ કાપી ભોજપુરી અભિનેતા દિનેશ લાલા યાદવને ટિકિટ આપ્યા છે.. એક રીતે જોઈએ તો ભાજપના રામાકાંત યાદવની આજમગઢમાં યાદવ સમાજની સારી વોટ બેન્ક છે..હવે દિનેશ લાલ યાદવ અને અખિલેશ યાદવ વચ્ચે કાટાની ટક્કર જોવા મળશે..

હવે આવા દિગ્ગજ નેતાઓ યુપીના મહત્વની બેઠકો પર એક બીજા સામે ચૂંટણી જંગમાં છે.તો કોણ મારશે બાજી એ 23 એપ્રિલે જ ખબર પડશે.