બેંગલુરુ,
કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલા ચુંટણી પ્રચાર-પ્રસાર પણ અંતિમ ચરણમાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૧૫ મિનિટ ભાષણ આપવા માટે ચેલેન્જ આપી હતી ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ પલટવાર કર્યો છે.
પીએમ મોદી પર પલટવાર કરતા રાહુલ ગાંધીએ એક વિડીયો ટ્વીટ કર્યો છે જેમાં તેઓએ કેટલાક મુદ્દાઓ પર પાંચ મિનિટ બોલવા પર ચેલેન્જ આપી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, “પ્રિય મોદીજી તમે ખુબ બોલો છો, પરંતુ તમારા કામો આપના શબ્દો સાથે મળતા નથી”.
Dear Modi ji,
You talk a lot. Problem is, your actions don’t match your words. Here's a primer on your candidate selection in Karnataka.
It plays like an episode of "Karnataka's Most Wanted". #AnswerMaadiModi pic.twitter.com/G97AjBQUgO
— Rahul Gandhi (@RahulGandhi) May 5, 2018
કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં કર્ણાટક ભાજપ તરફથી કથિત રીતે કેટલાક દાગી નેતાઓને ટિકિટ આપવા અંગે પીએમ મોદી પર હુમલો બોલ્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યું, “શું તમે રેડ્ડી બ્રધર્સ ગેંગને ૮ ટિકિટ આપવા પર ૫ મિનિટ બોલશો ?
આ ઉપરાંત તેઓએ બી એસ યેદિયુરપ્પાને ભાજપના CM પદના ઉમેદવાર બનાવવા અંગે પણ સવાલો ઉભા કર્યા છે. તેમજ આ વિડીયોમાં તેઓએ આરોપ લગાવ્યા છે કે, યેદિયુરપ્પા પર ૨૩ કેસ હોવા છતાં CM પદના ઉમેદવાર બનાવવા અંગે પીએમ મોદી બોલશે ?
મહત્વનું છે કે, આ પહેલા કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલતા જણાવ્યું હતું કે, ” નીરવ મોદી, રાફેલ ડીલ અને ભ્રષ્ટાચાર જેવા મામલો પર મને ૧૫ મિનિટ સંસદમાં બોલવા માટે સમય આપવામાં આવે તો પીએમ મોદી સંસદમાં ઉભા પણ રહી શકે”.
જો કે ત્યારબાદ PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને વધુ એક ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, “મોદીજીને છોડો અને એક કામ કરો, આ ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં જે ભાષા તમને પસંદ હોય, હિન્દી, અંગ્રેજી કે તમારી માતાની માતૃભાષા ઈટાલીયનમાં માત્ર ૧૫ મિનિટ માટે કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવવો. તેમાં પણ ૧૫ મિનિટ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા ૫ વખત શ્રીમાન વિશ્વસરૈયાનું નામ લેવું જોઇએ. જો તમે આટલું કરી દેશો તો કર્ણાટકની જનતા નક્કી કરશે કે તમારી વાતમાં કેટલો દમ છે”.
