મુંબઇ
બોલીવુડ અને સાઉથના એક્ટર પ્રકાશ રાજએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીની વિરૂધ્ધ બોલવાના કારણે તેમને ફિલ્મો નથી મળતી.
એક ઇન્ટરવ્યુમાં પ્રકાશએ જણાવ્યું કે જ્યારથી મેં ભારતીય જનતા પાર્ટી અને પીએમ મોદીની વિરૂધ્ધ બોલવાનું શરૂ કર્યું છે ત્યારથી લઈને આજ સુધી મને કોઈ જ ફિલ્મ મળી નથી. ઘણા સમયથી પ્રકાશ રાજ પીએમ મોદી અને ભારતીય જનતા પાર્ટીની પોલિસી સામે બોલી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો સખત વિરોધ કરી રહ્યા છે.
પ્રકાશએ જણાવ્યું કે મેં પ્રથમવાર ઓક્ટોમ્બરમાં પીએમ મોદીના સામે બોલ્યો હતો અને ત્યારબાદ બોલીવુડમાંથી મને બાયપાસ કરી નાખ્યો છે. જો કે મને તેનો કોઈ જ પ્રોબ્લેમ્સ નથી કેમ કે મને સાઉથમાંથી ફિલ્મો મળી રહે છે.પરંતુ બોલીવુડ માંથી ફિલ્મો આવવાનું બંધ થઇ ગયું છે.
પ્રકાશને ફિલ્મો ના મળે તેની ચિંતા નથી કેમ કે તેના પાસે પૈસાની કોઇ કમી નથી.
ઉલ્લેખનીય છે કે પ્રકાશ રાજે કર્ણાટકના જાણીતા પત્રકાર ગૌરી લંકેશની હત્યા પછી ભારે વ્યથિત થઇને નિવેદનો આપવાના શરૂ કર્યાં છે.પ્રકાશ રાજ ગૌરી લંકેશની નજીક હતા.
પ્રકાશ રાજે પીએમ મોદીનો વિરોધ ત્યારે કર્યો હતો જયારે ગૌરી લંકેશની હત્યા થઇ અને પીએમએ તેમની ચુપકીદી તોડી ન હતી. ગત વર્ષે ગૌરી લંકેશને બેંગલુરમાં તેના ઘરની બહાર અજ્ઞાત હુમલાખોરોએ મારી નાખ્યો હતો અને માર્ચ મહિનામાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
મહત્વનું છે કે પ્રકાશ અને લંકેશની મિત્રતા ઘણી જૂની હતી. તેના મૃત્યુ બાદ પ્રકાશએ કહ્યું કે તેના મૃત્યુએ મને ઘણો વિક્ષેપ કર્યો છે. તે મને સવાલ કરી રહી છે કે જયારે તેને મારી નાખવામાં આવી તો મને દોષ મહસૂસ થયો કે શુ અમે તેનમે લડાઈમાં એકલા મૂકી દીધા હતા કે શું? હું જેટલા સવાલ કરું તેટલી જ મને ધમકી મળી રહી છે અને મારું કામ રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે અને આ બીજેપી જ કરી શકે છે.
પ્રકાશ રાજ હાલમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ સામે પ્રચાર કરી રહ્યા છે.
